________________
જિનશાસનરત્ન
આજ
રાત્રે શ્રીસમુદ્રસૂરિજી તથા ઉપાધ્યાયશ્રી પૂર્ણાન દ્રવિજયજી મહારાજ (આચાર્ય) અને ગુરુચરણેામાં હતા નહિ. કાઈ એવુ અનુમાન કૈમ કરી શકે કે ધાખાખાજ યમરાજ એક ખલબ્રહ્મચારી સયમધારી પર સહસા આક્રમણ કરી બેસશે. અરે દુષ્ટ યમરાજ ! આવે સિતમ ગુજારવે એ તારી દુષ્ટતાની પરાકાષ્ઠા છે. કારણ કે તુ સસારને બધાથી મેટેડ અપરાજિત દાનવ
છે.
૯૧
ચક્રવતી, વાસુદેવ, સમ્રાટ, શહેનશાહ બધા તારાથી હારી ગયા છે. પરંતુ વડોદરાના ચમકતા સિતારા પર પણ તારી છાયા પહેાંચશે એવા કેને આભાસ હતા ? અમે બધા ભક્તગણુ અમારા પ્યારા ગુરુદેવને ૬ જીવેમ શરદ: શતમ્ ”નું પ્રતીક માની રહ્યા હતા. પરંતુ કપટી ! તું આયુક સાથે સન્ધિ કરીને આ બાલબ્રહ્મચારી વિરુદ્ધ કપટ કરી રહ્યો છે. મુનિ વિશુદ્ધવિજયજી, મુનિ જિનભદ્રવિજયજી, મુનિજનકવિજયજી, મુનિ બલવંતવિજયજી અને મુનિ ન્યાયવિજયજી તથા મુનિ નીતિવિજયજી આદિ શ્રમણગણુ પણ મહારાજનું આ ષડ્યત્ર ન જાણી શકચા.
રાત્રિના દશ થવા આવ્યા હશે. એ વખતે ગુરુમહારાજની નિદ્રા ઊડી ગઈ. શરીરમાં ભારે વેદના થવા લાગી. સાધુએ શરીરને દબાવ્યું. પણ બેચેની દૂર ન થઈ. વારંવાર પડખાં બદલતા રહ્યા પરંતુ નિદ્રા ન જ આવી. સૂતા સૂતા પંચ પરમેષ્ટિના જાપ કરતા રહ્યા. રાત્રિના એ વાગ્યે અચાનક ઊઠીને બેઠા થયા. ચોવીસ ભગવાનાનાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org