________________
જિનશાસનન
૩૧૩
મૃત્યુ પછી પૂજા કરવાવાળા તથા સારસંભાળ કરવાવાળા કોઈ ન રહ્યા. છેવટે મંદિર પડી ગયું અને તે જગ્યામાં ઉપાશ્રય સ્થાનક બનાવવામાં આવ્યું છે. પ્રતિમા ધાતુની હતી તે હવે કાળી પડી ગઈ છે. ઉપદેશના પ્રભાવથી તેને સાફ કરવામાં આવી તથા પૂજાપાઠ બને દિવસમાં થતા રહ્યા. ગુરુદેવની સુધાભરી વાણીના પ્રભાવથી બધા ભાઈએ મંદિર બનાવવા તૈયાર થઈ ગયા. એક ભાઈએ તે કાર્યને માટે પિતાની દુકાનની જગ્યા આપવા ઉદારતા દર્શાવી.
અહીંથી વિહાર કરી અનેક ગ્રામમાં ધર્મપ્રચાર કરતા કરતા સૂરતગઢ પહોંચ્યા. અહીં મંદિર, ઉપાશ્રય તથા ૧૦-૧૨ ઘર જેનેનાં છે. બધા શ્રાવકે ખૂબ શ્રદ્ધાળુ તથા ભક્તિભાવવાળા છે. નગરપ્રવેશ ખૂબ ઉત્સાહપૂર્વક થયે. વ્યાખ્યાન આદિને માટે વિશાળ મંડપ શેભી રહ્યો હતે. ચૈત્ર શુદિ ૧ના રોજ પરમ ગુરુદેવ ન્યાયનિધિ આચાર્ય શ્રીમદ્ વિજયાનંદજીનો જન્મદિવસ ધામધૂમથી ઊજવવામાં આવ્યું. ચિત્ર મહિનાની ઓળીની આરાધના અહીં થઈ. નવે દિવસ મહેસવ રહ્યો.
ચૈત્ર શુદિ તેરશના દિવસે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જન્મ કલ્યાણક મહત્સવ ઉત્સાહપૂર્વક ઊજવાયે. રથયાત્રાનું જુલુસ ખૂબ મને હારી તથા પ્રભાવશાળી હતું. આ પ્રસંગે શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય વરકાણની ભજનમંડળીને બોલાવવામાં આવી હતી. ત્યાંના ગૃહપતિની અધ્યક્ષતામાં ભજનમંડળીએ વ્યાખ્યાનમંડપના વ્યાખ્યાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org