Book Title: Samudrasuriji Jivan Prabha Part 1
Author(s): Fulchand Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 576
________________ ALL ૧૨૫. મહીદપુરમાં સન્માન સમારંભ આપણું ચરિત્રનાયક તથા સાધુસમુદાયને ઈદારના ચારે ફિરકાઓના સંઘે અને ભાઈ બહેનોએ ભવ્ય વિદાય આપી. આચાર્યશ્રીએ માગશર વદિ ૫ તા. ૨૫-૧૧-૭૨ ના વિહાર કર્યો. રસ્તામાં માંગલિક સંભળાવ્યું. વચ્ચે ભંડારી મહેન્દ્રસિંહજી, ડૉ. એસ. આર. જૈન, શ્રી ફકીરચંદ મહેતા, શ્રી શુગનમલજી ભંડારીના બંગલાએ પાવન કરતાં માંગલિયા, ક્ષીપ્રા, દેવાસ પધાર્યા. અહીં શ્રી ચિંતામણિ પાર્શ્વ નાથ તથા શ્રી ઋષભદેવનાં બે મંદિર છે. પહાડ પર શ્રી ઋષભદેવની ચરણપાદુકા છે. ત્યાં ચડતાં ચડતાં તીર્થાધિરાજ શત્રુંજય યાદ આવી ગયે. કહ્યું કે આ પહાડને મધ્યપ્રદેશને સિદ્ધાચળ બનાવી દે. સામૈયા સાથે પ્રવેશ થયે. ટેકથી પીપલીયા થઈ મક્ષીજીતીર્થે આવ્યા. ચાર દિવસ સ્થિરતા કરી. યાત્રા કરી ગ્રામાનુગ્રામ વિહાર કરતા માગસર સુદ ૫ ના મહીદપુર પધાર્યા. અહીં હોસ્પિટલ પાસેથી સામૈયાની શરૂઆત થઈ. મહાવીર ઍન્ડ, જયહિન્દ બૅન્ડ, પ્રકાશ બેન્ડ, હાથી પર ગુરુદેવ ન્યાયનિધિ જૈનાચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી મહારાજની ભવ્ય તસ્વીર, બે ઘડાની ઘોડાગાડીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628