________________
૫૩૮
જિનશાસનન " મૌન એકાદશીને દિવસ આવ્યું. આજ આપણું ચરિત્રનાયકને જન્મદિવસ હેવાથી સંઘમાં આનંદની લહેર લહેરાણી.
પ્રાત: બેન્ડવાજા સાથે આદિનાથ મંદિરના દર્શને પધાર્યા. મેટા કિલ્લામાં શ્રી આદિનાથનું મંદિર છે. પુરાણું મહદપુર આ ભૂમિમાં સમૃદ્ધ હતું.
મંદિર શિખરબંધ છે.
જુદા જુદા વકતાઓએ ગુરુદેવના ગુણાનુરાગ, સાદગી, ગુરુભકિત, સમાજ કલ્યાણભાવના, સર્વધર્મસમવય તથા ઉચ્ચ ચારિત્ર્યની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી.
શ્રી રામરતનજી કોચર સંપાદિત શ્રી “વલ્લભસંદેશનું ઉદ્દઘાટન ઈદેરનિવાસી શ્રી લાલજી પટવાએ કર્યું. નગર પાલિકાના અધ્યક્ષ મુંશી શ્રી અહમદહુસેન મુસલમાન હોવા છતાં પિતાના ભાષણમાં કહ્યું કે આજના દિવસ મહાન પવિત્ર છે. આજ ગીતાને પાદુર્ભાવ થયે હતે. જેનોના તીર્થકર દેવનો કલ્યાણક દિવસ છે. અને આજ અમારે ત્યાં પધારેલા શાંતમૂર્તિ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિ મહારાજને જન્મદિવસ છે. આપનાં દર્શન કરી મને ખૂબ આનંદ થયો. તેમનાં પ્રવચન સાંભળવાને પણ મને લાભ મળે છે.
અમારી નગરપાલિકાની તરફથી હું આચાર્યશ્રીને અભિનંદનપત્ર સમર્પણ કરતાં ગૌરવ અનુભવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org