________________
જિનશાસનરત્ન
૫૪૫
આપણું આચાર્યશ્રીએ જણાયું કે અમારા સ્વ. ગુરુ દેવ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીને એ ઉપદેશ હતે. કે તીર્થે તીર્થે વિદ્યાલય! આથી વિદ્યાર્થીઓને નાનપણથી જ ધર્મના સરકારે પડે.
આદર્શ ગુરુભકત શાસનદીપક શ્રી વલ્લભદત્તવિજયજી તથા પન્યાસ શ્રી ન્યાયવિજયજી રાજસ્થાન તરફ વિહાર કરી ગયા, આચાર્યશ્રીએ તેઓને મંગળ આશીર્વાદ આપ્યા. અહીંથી આચાર્યશ્રી ફરી આલોટ પધાર્યા. અહીં આચાર્ય. શ્રીની તબિયત નરમ થવાથી પાંચ દિવસ સ્થિરતા કરી. હિંમેશા પં. શ્રી જયવિજયજી વ્યાખ્યાન આપતા હતા. અહીં ઉપાશ્રય સંબંધી સંઘમાં મતભેદ હતું. તેને સમાધાન માટે આચાર્યશ્રીએ વાટાઘાટ શરૂ કરી. એક ઉપાશ્રય લક્ષ્મીનારાયણ રેડ પર બની રહ્યો છે. બીજો ઉપાશ્રય પૂ. શ્રી. રેવતસાગરજી મહારાજના સંસારી ભાઈ એ. ગામ બહાર બંધાવી રહ્યા છે. તેના પાયા પણ ભરાઈ ગયા છે. ગામ બહાર હોવાથી શ્રી શાંતિલાલ માણેકલાલ ધાકડ અને અન્ય ભાઈઓએ સરકાર મારફત કામ બંધ કરાવી દીધું હતું. પૂ. આચાર્યશ્રીએ બંને ઉપાશ્રયે જોયા. અને બંને પક્ષેની વાત સાંભળી. આચાર્યશ્રી કહે તે અમને મંજૂર છે એમ એક પક્ષે કહ્યું પણ તેનું પરિણામ ન આવ્યું. છે. પૂ. આચાર્યશ્રી આદિ પિોષ સુદ ૨ ના રોજ આલે
ટથી વિહાર કરી ભૂલ્યા ગામે પધાર્યા. સુદ ૩ ના તાલ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org