________________
સેવામૂતિ પન્યાસશ્રી ચંદનવિજયજી ગણિની જીવનઝરમર
વડોદરા શહેર પૂ. પ્રવર્તકશ્રી કાન્તિવિજયજી, શાંતમૂર્તિ હંસવિજયજી મહારાજ, પંજાબકેસરી શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજની જન્મભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. તે જ ભૂમિ આપણું સેવામૂર્તિ પન્યાસ ચંદનવિજયજીની પણ જન્મભૂમિ છે. - વડોદરા ઘડિયાળી પોળ, દેસાઈ શેરીમાં શ્રી નગીનદાસ ઝવેરભાઈને ત્યાં ભાઈ સુંદરલાલને જન્મ સં. ૧૯૬૧ના શ્રાવણ વદ ૧૧ના રોજ થયો હતો. તેમનાં માતુશ્રીનું નામ જેકેરબહેન હતું. તેની નાની ઉંમરમાં માતુશ્રીને સ્વર્ગવાસ થયેલ અને ચૌદ વર્ષની ઉંમરે પિતાશ્રીનું પણ અવસાન થયું હતું. ભાઈ સુંદરલાલે ગુજરાતી પાંચ અને અંગ્રેજી પહેલા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતે. મોટાભાઈ ચંદુલાલ અને પિતાના અવસાન પછી અભ્યાસ છોડ પડ્યો. પિતાશ્રીની હાજરીમાં જ ભાઈલાલભાઈ તથા સુંદરલાલ પિતાશ્રીની કાપડની દુકાને બેસતા હતા પણ ભાગીદાર સાથે ન ફાવવાથી દુકાન કાઢી નાખી. બંને ભાઈએ જુદે જુદે વ્યવસાય કરવા લાગ્યા. સુંદરલાલનું લગ્ન ઝવેરી સરૂપચંદ હીરાચંદની પુત્રી પ્રભાવતી સાથે થયું હતું.
વડોદરામાં શાંતમૂર્તિ મુનિપ્રવર હંસવિજયજી મહારાજના પરિચયમાં વૈરાગ્યની ભાવના જાગી. સી. પ્રભાવતીની પણ સંમતિ મળી અને ૨૩ મે વર્ષે સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org