________________
જિનશાસનન
પ૭૩
૧૯૮૪ના જેઠ વદ ૧૦ને રોજ કપડવંજમાં મીઠાભાઈના ઉપાશ્રયમાં મુનિશ્રી નેમવિજયજીએ મુનિશ્રી ઉત્તમવિજ્યજીના નામની સુંદરલાલને દીક્ષા આપી. નામ મુનિ સુભદ્રવિજય રાખ્યું. માંડલીઆ જગ કરાવ્યા પછી સં. ૧૯૮૫ના મહા સુદ ૫ના રોજ પાટણમાં પન્યાસશ્રી સંપત્તવિજયજીએ મુનિશ્રી ઉત્તમવિજયજીના આગ્રહથી સુભદ્રવિજયને મુનિશ્રી નેમવિજયજીના નામની વડી દીક્ષા આપી અને નામ મુનિ ચંદનવિજ્યજી રાખવામાં આવ્યું.
જેસલમેર સંઘમાં પૂ. આ. શ્રી વિજયવલલભસૂરીશ્વરજી સાથે યાત્રાને લાભ મળે. મુનિશ્રી સમુદ્રવિજયજીની ગુરુભક્તિ અને સાધુઓની વૈયાવચ્ચ જોઈને ઘણું શીખવાનું મળ્યું. પન્યાસશ્રી નેમવિજયજી મહારાજ પાસે ઉત્તરાધ્યયન, આચારાંગ આદિના દ્વહન કર્યા. વડોદરામાં ભગવતી સૂત્રના ચોદુવહન કરી સં. ૨૦૧૦ના કાર્તક વદ ૧૪ ને માગશર સુદ ૩ ગણિ–પન્યાસ પદવી ગુરુશ્રી પન્યાસ નેમવિજ્યજીએ આપી. ત્યાર બાદ ગુરુદેવ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો અને ૪૫ વર્ષ સુધી ગુરુદેવની અનન્ય ભાવથી સેવાભક્તિ કરી. પૂજ્ય ગુરુદેવને ૨૦૨ના આસો સુદ ૧૧ તા. ૮-૧૦-૭૩ના રોજ સ્વર્ગવાસ થયા. ગુરુદેવની નિશ્રામાં પન્યાસ ચંદનવિજયજી ગણિએ સાધુ-સાધ્વીઓને વડી દીક્ષા ગોદહન કરાવ્યા હતા.' - વડેદરા સંઘમાં ધર્મપ્રભાવનાનાં કાર્યો કરી સંયમયાત્રા શાંતિપૂર્વક કરી રહ્યા છે. ગુરુદેવના આશીર્વાદની વર્ષો તેમના ઉપર થતી રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org