________________
--૫૫૮
જિનશાસનરન
તેઓના સમયને અને વિદ્વત્તાને સદુપયોગ કરવાની - ભાવનાથી સાધ્વી સંમેલનને નવે વિચાર મારા મનમાં ફેર્યો છે અને તે સમયની માંગ પણ છે.
આચાર્યશ્રીએ કહ્યું કે ઠરાવ તૈયાર કરવાથી કે પાસ કરવાથી કે ઈ લાભ નથી. તેનો ઉપયોગ જરૂરી છે. - મારો મુખ્ય ઉદ્દેશ તે માત્ર એટલો જ છે કે વિદ્યાભ્યાસ તથા વકતૃત્વકલા દ્વારા આપણે સાવી સમુદાયનો બાહ્ય તથા અત્યંતર વિકાસ કેમ થાય ? આ વિષે આજે આપણે વિચારવિમર્શ કરવાનું છે. આ એક ખેદજનક વાત છે કે આજકાલ જૈન સમાજનાં યુવકયુવતીઓનાં ખાનપાન અને આચારવિચાર સાવિક રહ્યાં નથી. અને એટલે જ આ જરૂરી છે કે સમસ્ત સમુદાયની સાધ્વીએ વ્યાખ્યાતા બનીને આ સામાજિક અને ધાર્મિક પતનને રોકવા માટે સહગી બને. આ મારી હાર્દિક અભિલાષા છે.
મહારાજશ્રીએ કહ્યું કે આજકાલ શ્રીમતી ઇન્દિરા ગાંધી જેવાં બહેન દેશનું રાજકારણ બહાદુરીપૂર્વક સંભાળી રહેલ છે. શ્રીલંકામાં પણ એક બહેન જ વડાપ્રધાનને હોદ્દો સંભાળે છે. અરે પ્રધાનમંડળમાં કેટલાંક બહેને પણ છે. કેટલાયે ઉચ્ચ હેરાઓ બહેને સંભાળે છે. ત્યારે ભગવતી સાધ્વીઓ આગળ વધીને સંઘકાય, ધર્મપ્રચાર, યુવક-યુવતીઓમાં સુસંસ્કાર અર્પવાનાં કાર્યો કેમ ન કરી શકે? તેથી જ મારી એ ભાવના છે કે આજની પરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org