________________
ALL ૧૨૫. મહીદપુરમાં
સન્માન સમારંભ
આપણું ચરિત્રનાયક તથા સાધુસમુદાયને ઈદારના ચારે ફિરકાઓના સંઘે અને ભાઈ બહેનોએ ભવ્ય વિદાય આપી. આચાર્યશ્રીએ માગશર વદિ ૫ તા. ૨૫-૧૧-૭૨ ના વિહાર કર્યો. રસ્તામાં માંગલિક સંભળાવ્યું. વચ્ચે ભંડારી મહેન્દ્રસિંહજી, ડૉ. એસ. આર. જૈન, શ્રી ફકીરચંદ મહેતા, શ્રી શુગનમલજી ભંડારીના બંગલાએ પાવન કરતાં માંગલિયા, ક્ષીપ્રા, દેવાસ પધાર્યા. અહીં શ્રી ચિંતામણિ પાર્શ્વ નાથ તથા શ્રી ઋષભદેવનાં બે મંદિર છે. પહાડ પર શ્રી ઋષભદેવની ચરણપાદુકા છે. ત્યાં ચડતાં ચડતાં તીર્થાધિરાજ શત્રુંજય યાદ આવી ગયે. કહ્યું કે આ પહાડને મધ્યપ્રદેશને સિદ્ધાચળ બનાવી દે. સામૈયા સાથે પ્રવેશ થયે. ટેકથી પીપલીયા થઈ મક્ષીજીતીર્થે આવ્યા. ચાર દિવસ સ્થિરતા કરી. યાત્રા કરી ગ્રામાનુગ્રામ વિહાર કરતા માગસર સુદ ૫ ના મહીદપુર પધાર્યા. અહીં હોસ્પિટલ પાસેથી સામૈયાની શરૂઆત થઈ. મહાવીર ઍન્ડ, જયહિન્દ બૅન્ડ, પ્રકાશ બેન્ડ, હાથી પર ગુરુદેવ ન્યાયનિધિ જૈનાચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી મહારાજની ભવ્ય તસ્વીર, બે ઘડાની ઘોડાગાડીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org