________________
જિનશાસનરત્ન
૪૭૧ આચાર્યશ્રીએ તે આશ્ચર્યજનક રીતે કર્યું હતું. જન્મશતાબ્દી પરિસમાપ્તિની સ્મૃતિમાં પૂના શ્રીસંઘે એક વિજયવલ્લભ હાઈસ્કૂલની સ્થાપના કરવી જોઈએ. એ આચાર્યશ્રીની સાચી શ્રદ્ધાંજલિ છે.
આજના મુખ્ય અતિથિવિશેષ પ્રોફેસર રામુકુમારજી જૈને (M.A.) વિસ્તારથી પ્રવચન કરતાં કહ્યું કે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ એક યુગપુરુષ હતા.
તેઓ પિતાની સુધાભરી વાણીમાં યુગની વાણું સંભળાવતા હતા. ત્યાગ અને વૈરાગ્યની સાથે સાથે તેમનામાં તેજસ્વિતા હતી. તેઓશ્રીમાં માનવતા અને સાધુતાને સુમેળ હતો એટલું જ નહિ પણ ધર્મ, સમાજ અને રાષ્ટ્ર માટે ઉચ્ચ ભાવના રાખતા હતા. તેઓશ્રીએ ગામેગામ અને શહેરે શહેર, સંસ્થાએ સંસ્થાઓ અને ઉપાશ્રયે ઉપશ્રયે વીતરાગની વાણું પહોંચાડી. તેમની આ જન્મશતાબ્દીના પ્રસંગ પર તેઓશ્રીએ આપેલ સંદેશ આપણા જીવનમાં ઉતારવામાં સાચી શ્રદ્ધાંજલિ રહેલી છે.
હેશિયારપુર નિવાસી લાલા રતનચંદજી રિખવદાસજીએ રૂપિયા ૧૦૦૧) છે. રામકુમારને બહુમાન કરી અર્પણ કર્યા હતા.
છેવટે આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે પિતાના પ્રવચનમાં ગુરુદેવને પગલે પગલે ચાલીને મધ્યમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org