________________
જિનશાસનરત્ન
વિશેષ બેલવું વગેરેની બિલકુલ મનાઈ કરી છે. તમે આ બધું જાણે છે. તેમ છતાં મારા દિલમાં જે જે વાતે આવી છે તે મેં આદર્શ ગુરુભક્ત મુનિરાજ શ્રી વલભદત્તવિજયજી મહારાજને કહેલ છે. તે તમારી જાણ માટે જરૂરી છે માટે તમે એકચિત્ત થઈને સાંભળો અને અમલમાં લાવવા માટે નિર્ણય કરી લે. (આ વાત દશા શ્રીમાળી ધર્મશાળા, ગુરુવાર પિઠ, પૂના શહેરમાં કરી હતી.)
મારી જિંદગીને ક્ષણભરને ભરેસે નથી. તમારી બધાની સમક્ષ આજ્ઞારૂપે કહેવામાં આવે છે. મારા પછી ઉપાધ્યાય, પન્યાસ, ગણિવર્વ તથા મુનિમંડળ તથા સાધ્વી મંડળે આચાર્ય શ્રીમદ્ વિજયેન્દ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાનું પાલન કરવું.
આ આજ્ઞા ગુરુદેવના સમુદાયના જેટલાં સાધુ-સાવી છે તે બધાને માટે છે. ચાતુર્માસની આજ્ઞા વગેરે પણ તેમનાથી લેવી. ત્રણે બાળમુનિઓને માટે ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજને લખાશે ને તેઓ આ ત્રણે બાળમુનિઓને પિતાની પાસે રાખીને સારી રીતે અભ્યાસ કરાવે અને સુયોગ્ય બનાવે જેથી તે બાલમુનિએ ગુરુદેવના નામ રોશન કરે. પીળી ચાદર જે રીતે ચાલે છે તે રીતે ચલાવશે અને પીળી ચાદર જ તમે બધા ધારણ કરતા રહેશે.
સંક્રાતિ સંભળાવવાનો રિવાજ પણ ચાલુ રાખશે. પંજાબ જાઓ ત્યારે અને અહી છે ત્યારે પણ પંજાબી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org