________________
૧૨૧. ગુરુદેવની પુણ્યતિથિ
તથા સંક્રાન્તિ
——
ગુરુદેવની પુણ્યતિથિ પ્રસંગે આ જ ઉપાશ્રમની પાસે ભવ્ય મંડપ ઊભું કરવામાં આવ્યું. પ્રથમ શ્રી પાર્શ્વનાથ જૈન ઉમેદ કૅલેજના વિદ્યાર્થીઓએ ગુરુદેવનાં ભાવભર્યા ભક્તિગીત રજૂ કર્યા. પન્યાસશ્રી ન્યાયવિજયજી તથા મુનિશ્રી જયાનંદવિજયજીએ ગુરુદેવના જીવન પર પ્રવચન કર્યું. મરુધરરત્ન શ્રી વલ્લભદત્તવિજયજી તથા પન્યાસ શ્રી જયવિજયજીનાં પ્રવચન થયાં. માલવકેશરી મુનિપુંગવ શ્રી સૌભાગ્યમલજી મહારાજે ગુરુદેવના વિષયમાં જણાવ્યું કે તે મહાસમર્થ મહાપુરુષ હતા. તેઓશ્રીના ધર્મપ્રભાવનાં શાસન પ્રભાવનાં, વિદ્યાપ્રચાર અને સમાજકલ્યાણનાં કાર્યોથી સાબિત થાય છે કે આવા મહાપુરુષે શાસનમાં હોય છે તે જ શાસનની શોભા વૃદ્ધિ પામે છે. તેઓશ્રીના ગુણાનુવાદ સાંભળીને ચાલ્યા ન જશે પણ તેઓશ્રીના જીવનમાંથી એકાદ ગુણ લઈ જીવન ધન્ય બનાવશે.
શ્રી રતનચંદજી કે ઠારીએ પણ ગુરુદેવના જીવન પર સુંદર પ્રવચન કર્યું. એક સ્થાનકવાસી મહાસતીજીએ પણુ ગુરુદેવના જીવન પર સુંદર પ્રકાશ પાથર્યો. રાત્રિના વડેદરાથી ૫૦-૬૦ બહેને તથા બે ભાઇ આવ્યાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org