________________
r૫૨૪
જિનશાસનરન - પ્રથમ દિલ્હીનિવાસી લાલા અમીચંદજીએ વયેવૃદ્ધ હોવા છતાં બુલંદ અવાજે ગુરુસ્તુતિનું ભજન સંભળાવ્યું. બિકાનેરનિવાસી લાલા રામરતનજી કોચર, દિલ્હીનિવાસી લાલા વિલાયતીલાલજી આદિનાં મનનીય ભાષણ થયાં.
દિહીનિવાસી લાલા રતનચંદજી (M.P) (પ્રમુખ, આત્માનંદ જન મહાસભા, પંજાબ)એ ઊભા થઈને ખૂબ જોરથી પંજાબ જલદી પધારવાની વિનંતી કરી. સાથે બધા પંજાબી ભાઈબહેને એ પણ ઊભાં થઈને વિનંતિ કરી. આગ્રાનિવાસી લાલા કપૂરચંદજીએ આગ્રા સંઘ તરફથી આગામી ચાતુર્માસ આગ્રા કરવા માટે વિનંતિ કરી. દિલ્હી શ્રીસંઘના પ્રધાન લાલા રામલાલજીએ ઊભા થઈ હાથ જોડી વિનંતિ કરી કે આગામી ચાતુર્માસ દિલ્હીમાં થવું બહુ જરૂરી છે. ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ પર આપની હાજરી ઘણી જરૂરી છે. દિગંબર સાધુ આચાર્યશ્રી દેશભૂષણજી મહારાજ સ્થાનક્વાસી સુશીલકુમારજી અને તેરાપંથી સાધુઓમાંથી શ્રી નગરાજજી દિલહીમાં છે, પણ આપણે કઈ પણ સાધુ મહાત્મા નથી. મહોત્સવ સમિતિ થાય છે ત્યારે બધા સાધુમહાત્માએ તેમાં ભાગ લેવા આવે છે, પણ આપણે કોઈ હેતું નથી. એથી આપ જલદી દિલહી પધારો તે અત્યંત જરૂરી છે,
આદર્શ ગુરુભક્તશ્રી વલ્લભદત્તવિજયજી તથા પન્યાસ શ્રી વિજયજીનાં પ્રવચન થયાં. મહાવીર ભવનથી સ્થાનકવાસી સમાજના અગ્રગણ્ય માલવકેલરી મુનિ પુંગવ શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org