________________
જિનશાસનરત્ન
તેઓ માંડવગઢની યાત્રા કરી આવ્યાં હતાં, રાત્રિના કાર્યક્રમમાં જોડાઈ ગયાં. ફાલના મ`ડળીએ ભજન વગેરેથી સભાને મુગ્ધ કરી. દિલ્હીથી ગુરુભક્તિની ભાવનાથી લાલા રતનચંદ રીખવદાસજી, સુપ્રસિદ્ધ સંગીતવિશારદ લાલ ઘનશ્યામજી, શ્રી કમલકુમારજી આદિ આવી પહોંચ્યા હતા. ભાઈ ઘનશ્યામજીનાં મધુર મધુર ભક્તિભાવભર્યો' ભજનાએ સભાને મંત્રમુગ્ધ કરી દીધી હતી. ભાઈ કમલકુમારજીએ પણ ભજન સંભળાવ્યું. દાનવીર શેઠ વાડીલાલ ચત્રભુજ ઉજ્જૈન જતાં દેશના આવ્યા હતા. શ્રી વાડીભાઇએ પણ ગુરુદેવના જીવન પર ભાષણ આપ્યું. બાલમુનિ ધુરંધરવિજયજી તથા નિત્યાનંદ મુનિનાં પ્રવચન થયાં.
આપણા ચરિત્રનાયકે જણાવ્યું કે આચાય ભગવંત ગુરુદેવના સ્વર્ગવાસને ૧૮ વર્ષ પૂરાં થયાં. ૧૯મા વર્ષની શરૂઆત થઈ. ૧૮ વર્ષોમાં જૈન સમાજની શી ઉન્નતિ થઈ. ગુરુદેવના સદેશ આજે પણ ગુંજી રહ્યો છે. તેમનાં અધૂરાં કાર્યો આપણે તેમના શિષ્ય પ્રશિષ્યા, સાધ્વી આ અને ગુરુભકતા તથા જૈન સમાજના ઘડવૈયાઓએ પૂરાં
કરવાનાં છે.
પર૩
સક્રાતિના ઉત્સવ નિમિત્તે દિલ્હીથી એ ખસેામાં લગભગ ૧૦૦-૧૨૫ ભાઈબહેના ગુરુભક્તો આવ્યા હતાં. ઉપરાંત અંબાલા, લુધિયાણા, જડિયાલા, આગ્રા, હુશિયારપુર, ખિકાનેર આદિથી પણ મોટી સખ્યામાં ભાઈ એ
આવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org