________________
જિનશાસનન
૫૩૧
માંગલિક સંભળાવ્યું. સ્થાનકવાસી અગ્રગણ્ય આગેવાન મિલમાલિક શેઠ સુકનમલજી ભંડારી તથા શ્રી ફકીરચંદજી મહેતા આદિ ઘણું સ્થાનકવાસી ભાઈએ આ સમારેહમાં આવ્યા હતા.
ગુરુદેવના જયનાદોથી સભા વિસર્જન થઈ હતી.
તા. ૧૫મીએ સંકાન્તિ ઊજવવા બહારથી ઘણા ભાઈઓ આવ્યા હતા. ગુરુભક્ત મુનિરાજ શ્રી વલ્લભદત્તવિજય, પંન્યાસ જયવિજયજી તથા પંન્યાસ ન્યાયવિજયજી મહારાજે પ્રવચન કર્યું. માલવકેશરી મુનિરાજ સૌભાગ્યમલજી મહારાજે વિધવા સહાયતાને માટે ઉપદેશ આપ્યો. વડોદરાનિવાસી શ્રી શાંતિલાલ ભગુભાઈએ ઊભા થઈ વિનંતી કરી કે ગુરુદેવ, અમે છેલ્લાં ૪-૬ વર્ષોથી વડેદરાના ચાતુર્માસ માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. વડોદરામાં અનુગાચાર્ય પં. શ્રી નેમવિજયજી ૩ વયેવૃદ્ધ મુનિરાજ આપને મળવા ઝંખે છે. આચાર્યશ્રીએ જણાવ્યું મારી ભાવના વડેદરા માટે ચાતુર્માસની છે. મને પણ પૂ. શ્રી નેમવિજયજી મહારાજને મળવાની ઉત્કંઠા છે પણ દિલ્હીમાં પણ ખાસ જરૂર છે અને તે માટે આગ્રહ. ભરી વિનંતિ કરે છે છતાં જેવી ક્ષેત્રસ્પર્શના. શ્રી રતનચંદજી કે ઠારીએ વિધવા સહાયતાથ રૂા. ૫૦૦૦ જાહેર કર્યા. મુનિશ્રી ધુરંધરવિજયે સંતિકર, લઘુશાંતિ–મટીશાંતિ સંભળાવી. આપણા ગુરુદેવે માગશરની સંક્રાન્તિનું નામ સંભળાવ્યું. જયનાદે વચ્ચે સભા પૂર્ણ થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org