________________
જિનશાસનરત્ન
પર૧ શુમાં જણાવ્યું કે મક્ષીજી તીર્થ આદિના ઝગડાને શાંતિપૂર્વક ઉકેલ લાવ જોઈએ. સાધ્વી શ્રી નિર્મલાશ્રીજી તથા સાધવી મુક્તિપ્રભાશ્રીજીએ ક્ષમાપના પર પ્રવચન કર્યું. આપણા ચરિત્રનાયક આચાર્યશ્રીએ પિતાના વક્તવ્યમાં જણાવ્યું કે તીર્થોના ઝઘડામાં આપણે લાખે ખર્ચ કરીએ છીએ. છતાં પરિણામ સંતોષકારક આવતું નથી. આ ઝઘડાને શાંતિપૂર્વક ઉકેલ શેાધ જોઈએ. તેમણે -હસ્તિનાપુરની થેડી જગ્યા માટે દિગંબર સમાજના આગેવાનને સમજાવી સંતેષપૂર્વક ઉકેલ લાવ્યાનું ઉદાહરણ આપ્યું હતું. - હું તે માનું છું કે કવેતાંબર સમાજના કણધાર શ્રીમાન કસ્તુરભાઈ લાલભાઈ તથા દિગંબર સમાજના શ્રી રાજકુમારજી બન્ને મળીને તીર્થોના વર્ષોથી ચાલ્યા આવતા ઝઘડાનું સમાધાન લાવી શકે છે. વળી ભગવાન મહાવીરનો ૨૫૦૦મે નિર્વાણ મહામહોત્સવ આવી રહ્યો છે અને આ મહામહોત્સવ ચારે ફિરકાના સંઘે, આગેવાનો, આચાર્યો, પદ, સમાજના ઘડવૈયાઓ અને યુવક હદોએ મળીને શાનદાર રીતે ઊજવી ભારતભરમાં અને દેશવિદેશિમાં ભગવાન મહાવીરના સંદેશને ગાજતે કરવાનો અનુપમ મહામૂલ્ય પ્રસંગ છે ત્યારે અંદરઅંદરના ઝઘડા શાંત થવા જોઈએ અને સમસ્ત જનસમાજના કલ્યાણ અને ઉત્કર્ષ માટે સક્રિય રચનાત્મક જનાએ કરવી જોઈએ. ભગવાન મહાવીરના જયનાદોથી સભામંડપ ગાજી રહ્યો. સભા વિસર્જન થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org