________________
જિનશાસનના
૪૭૯ ના પાડી કે મારા બંને ભાઈઓ આપની સાથે જ છે. હું પણ એમની સાથે જ રહેવા ચાહું છું. કેટલેક વખત આમ ચાલતું રહ્યું. અંતે એમના અત્યંત આગ્રહ અને વિનતિથી ૨૦૨૮ના મહાશુદિ ૧૩ના દિવસે આહાર માટે મંડળી બેઠી હતી ત્યારે સૌની સમક્ષ મુનિ ધર્મધુરંધરવિજય મહારાજને વાસક્ષેપ નાખી પૂ. આચાર્યના નામની ઉપસંપદા આપી તેમના શિષ્ય તરીકે જાહેર કર્યા. આ વખતે મુનિ ધર્મ ધુરંધરવિજયજી ગુરુદેવના ચરણમાં નમી પડયાઆંખડી ભીની થઈ ગઈ. ગુરુદેવના પગ પખાળ્યા. ગુરુદેવે તેને ઉઠાડયા અને સનેહભાવે તેની પીઠ થાબડી હૃદયપૂર્વકના મંગળ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમે ત્રણે મારાં સાધુર છે. પૂ. ગુરુદેવના તમારા ઉપર લાખ લાખ આશીર્વાદ ઊતરશે. તમે ત્રણે જૈન શાસનના દીપકે બને ને ગુરુદેવના નામને જયઘોષ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org