________________
-૪૭૮
જિનશાસનરત્ન
હતાં. બધા આચાર્યશ્રીની આવી તબિયતથી ગમગીન બની ગયા હતા. શું થશે તેની બધાને ભારે ચિંતા હતી. પણ ગુરુદેવના મુખારવિંદ પર તેજની રેખા ચમકી રહી હતી. આપણા આદર્શ ગુરુભક્ત શ્રી વલભદત્તવિજયજીએ ગુરુદેવને ખૂબ સાંત્વન આપ્યું અને જણાવ્યું કે આપને જલદી આરામ થઈ જશે. ખૂબ આરામની જરૂર છે. અમે બધા આપની સેવાશ્રષામાં હાજર છીએ-હજી તે આપનાં કરકમળથી ઘણું ઘણું શાસનપ્રભાવનાનાં કાર્યો થવાનાં છે. અમારી બધાની પ્રાર્થના જરૂર જરૂર ફળશે અને સમુંદર સભર સભર લહેરાય તેમ આપ જુગ જુગ જીવો. આ સાંત્વનથી ગુરુદેવને અપાર શાંતિ થઈ અને થોડા દિવસમાં તે ગુરુદેવ સ્વસ્થ થઈ ગયા.
જ્યારે આપણું ચરિત્રનાયક આચાર્યશ્રી પિતાની અસ્વસ્થ તબિયતના કારણે સમુદાયના યોગક્ષેમને આદેશ આપી રહ્યા હતા અને ત્રણે બાળમુનિઓને આપણું સમાજકલ્યાણ સાધક ગણિવર્ય મુનિરત્નશ્રી જનકવિજયજી પાસે મોકલવાનો વિચાર દર્શાવ્યા ત્યારે બાળમુનિશ્રી ધુરંધરવિજયજી ઊભા થઈને વિનમ્રભાવે બોલ્યા કે ગુરુદેવ! મારે તે આપના શિષ્ય તરીકે આપની સાથે જ રહેવું છે. આપણું શાંતમૂતિ આચાર્યશ્રીએ કહ્યું કે વત્સ, આમ ન થાય. મુનિશ્રી પદ્મવિજયજી મહારાજે કહ્યું કે ખુશીથી મારી આજ્ઞા છે. છતાં આપણું ચરિત્રનાયક મુનિ ધર્મધુરંધરવિજયને સમજાવતા રહ્યા પણ એમણે તે ચેખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org