________________
૪૮૨
જિનશાસનરત્ન ઝવેરીએ વડોદરા ચાતુર્માસ માટે વિનંતિ કરી. તેમણે જણાવ્યું કે વડોદરામાં ૯૩ વર્ષના વયોવૃદ્ધ અનુયેગાચાર્ય પન્યાસ શ્રી નેમવિજયજી તથા વૃદ્ધ પ્રવતિની સાધ્વી કપૂરશ્રીજીની ભાવના છે કે આપ વડેદરા પધારે તે દર્શન થાય. પછી તે આપ પંજાબ ચાલ્યા જશે એટલે દર્શનને લાભ મળશે નહિ.
હેશિયારપુર નિવાસી લાલા શાન્તિસ્વરૂપજીએ સંકાન્તિ ભજન સંભળાવ્યું. બાદમાં ઇન્દોરના આગેવાની પણ વિનતિ અને વડોદરાના આગેવાનોની વિનંતિ પર વિચાર કરવામાં આવ્યું. ગુરુદેવે જણાવ્યું કે આપ સૌની ભાવના પ્રશસનીય છે. શું નિર્ણય કરવા તે હું વિચારી રહ્યો છું. હવે નાસિક જઈને નિર્ણય થશે. નાસિકથી બે રસ્તા જાય છે : એક ઈંદેર તરફ અને બીજે વડેદરા તરફ ત્યાં જઈને નિર્ણય જણાવીશું. પછી તે જ્ઞાનીએ જોયું હશે અને પર્શના હશે તેમ થશે.
પૂના શ્રીસંઘે હાઈસ્કૂલના જે નિર્ણય કર્યો છે તે માટે પ્રયત્નશીલ રહેશે અને અમને તેના ખાત મુહૂર્તના આનંદ સમ ચાર આપશે. બાલમુનિ શ્રી ધર્મધુરંધરવિજયજીએ સંતિકર, લઘુ શાન્તિ તથા મેટી શાંતિ સંભળાવી. ગુરુદેવે માંગલિક સંભળાવી સંકાતિનું નામ સંભળાવ્યું.
લોકેના જયનાદેથી આકાશ ગુંજી ઊઠયું.
ભવાની પિઠના ભાઈઓ તરફથી મોતીચુર લાડુઓની પ્રભાવના થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org