________________
જિનશાસનન
૫૦૧ ચરિત્રનાયકે નમસ્કાર મહામંત્રની વિશિષ્ટતા દર્શાવી. એ મહામંત્ર ચૌદ પૂરવને સાર છે. તેના મહિમાનો પાર નથી. સુખમાં-દુઃખમાં સ્મરણ કરવાથી શાંતિ મળે છે. એના અડસઠ અક્ષર અડસઠ તીર્થ છે. એ નવવિધિ આપનાર ને ભવભવનાં દુઃખ કાપનાર ચમત્કારી મંત્ર છે. તેમણે જણા૧૦ગ્યું કે આવતા રવિવારે સામૂહિક નવલાખ મંત્રના જાપનું આયેાજન કરવામાં આવ્યું છે. '
એક હજાર ભાગ્યશાળી ભાઈ બહેને નવ નવ માળા ફેરવે તે નવ લાખ મંત્રનો જાપ ત્રણેક કલાકમાં પૂર્ણ થઈ જાય. આપણે કઈ પણ રીતે નવલાખ જાપ પૂર્ણ કરવાના છે. શ્રી કનકમલજી રાંકાએ જણે વ્યું કે આ જાપ માટે જે ભાઈ બહેન જેટલી માળા ફેરવે તે લખાવી દેશે તો નવ લાખ જાપ થઈ જશે. કેટલાક ભાઈએાએ ચાતુર્માસમાં બ્રહ્મચર્યપાલન તથા રાત્રિભેજન ત્યાગના નિયમ લીધા. બપોરના મોસમી દેવવંદન કરવામાં આવ્યું. ૫૦ – ૬૦ ભાઈઓએ પૌષધ કર્યો હતે.
વ્યાખ્યાનમાં લેગશાસ્ત્ર અને સમરાદિત્ય કેવલી ચરિત્ર વાંચવાનો નિર્ણય થયે તે બંને ગ્રંથની ૧૦૧ મણ ઘીથી બેલી બાલીને શ્રી જગજીવનદાસે વહેરાવવાને લાભ લીધે. વ્યાખ્યાનના સમયે જ્ઞાનપૂજા ભણાવવામાં આવી. શ્રી જગજીવનભાઈએ બંને સૂત્રે વહેરાવ્યાં. પાંચ ભાઈએએ જ્ઞાનપૂજા કરી. આચાર્યશ્રીએ મંગલાચરણ કર્યું. ત્યાર બાદ આદર્શ ગુરુભકતશ્રી વલ્લભદત્તવિજયજીએ બને ગ્રંથ વાંચવાને પ્રારંભ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org