________________
જિનશાસનરત્ન
૫૩
વ્યાખ્યાન વાંચવા ગયા હતા. પર્યુષણની આરાધના માટે મુંબઈ, રતલામ, બિકાનેર, નાગર, બદનાવર, ઉજજૈન આદિ ગામાનાં ભાઈબહેને આવ્યાં. તપશ્ચર્યા પણ ઘણી થઈ ઊપજ પણ ઘણું સારી થઈ.
બપોરના સ્થાનકવાસી સમાજના અગ્રગણ્ય મુનિપુંગવ માલવકેશરી શ્રી સૌભાગ્યમલજી મહારાજ શિષ્યમંડળી સાથે ખમતખાપણું માટે આવ્યા. એક સભાનું રૂપ થઈ ગયું. શ્રી ફકીરચંદજી મહેતા, આદશ ગુરુભકત શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ, પન્યાસશ્રી જયવિજયજી મહારાજ, તથા માલવકેશરી શ્રી સૌભાગ્યમલજી મહારાજ આદિએ સવંત્સરી ખમતખામણના વિષય પર પ્રવચન કર્યા. સ્થાનકવાસી સાધ્વીશ્રી મુકિતપ્રભાજીનું પ્રવચન થયું. પરસ્પર ખમતખામણું કરતાં હદયના ભાવે નિર્મળ બની ગયા અને ક્ષમાપનાની અમૃતવર્ષા છવાઈ ગઈ,
ભાદરવા સુદ છઠના મુનિ નયચંદ્રવિજયજી મહારાજના ૩૧ ઉપવાસના પારણાને માટે શ્રી કારલાલજી ચોરડીયા રૂ. ૧૨૦૦ની બેલીથી બેંડવાજા સાથે ચતુર્વિધ સંઘને પિતાને ત્યાં લઈ ગયા. અહીંથી મુનિ દીપવિજયજીના ૩૧ ઉપવાસના પારણા માટે શ્રી રાજમલજી જનનાં ધર્મ પત્નીએ રૂ. ૧૧૦૦ ની બેલી બેલીને લાભ લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org