________________
૫૧૮
જિનશાસનના રૂપિયાનું કામ ન થઈ જાય ત્યાં સુધી હું પ્રતિજ્ઞા કરું છું, કે હું ઘી, કેરી, મીઠાઈ, માખણ, ચીની, દૂધપાક, બાસુંદી, શીખંડ, પાન, સિગરેટ ઇત્યાદિને ત્યાગ કરું છું. આ પ્રતિજ્ઞા સભામાં જાહેર કરવામાં આવી. ગુરુદેવે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. આશીર્વાદ આપ્યા. ગુજરાનવાલા નિવાસી (હાલ આગ્રા) લાલા કપૂરચંદજીએ પંજાબી ભાઈઓ તરફથી ખમતખામણા કર્યા અને આવતું ચાતુર્માસ આગ્રામાં કરવા માટે પ્રાર્થના કરી. આગ્રામાં મંદિર તથા ઉપાશ્રય તૈયાર થઈ રહેલ છે અને પ્રતિષ્ઠા પણ કરવાની છે.
- માલવકેસરી મુનિપુંગવ શ્રી સૌભાગ્યમલજી મહારાજે સુંદર પ્રવચન કર્યું. આદર્શ ગુરુભકત મુનિશ્રી વલ્લભદત્તવિજયજી તથા પન્યાસશ્રી જયવિજયજના તરફથી મનનીય પ્રવચન થયાં. શ્રી રામજી પટવાએ સકળ સંઘની વતી ખમતખામણુ કર્યા. તેમ જ ચાંદવડ ગુરુદેવને ચાતુર્માસ માટે વિનંતિ કરવા ગયા હતા તે વાત જણાવીને કહ્યું કે આપના પધારવાથી ઇદરમાં સુંદર ધર્મપ્રભાવના થઈ છે અને ઐક્યતા તથા સંગઠનનાં અનુપમ દશ્ય જોવા મળ્યાં છે. મુનિ નિત્યાનંદે સ્મરણ સંભળાવ્યાં. ગુરુદેવે માંગલિકપૂર્વક કન્યાસંક્રાતિ સંભળાવી. આજ માનવમેદની ભરચક હતી. જયનાદોથી વાતાવરણ ગુંજી ઊઠયું.
ભાદરવા સુદ ૧૧ના અકબરબાદશાહપ્રતિબંધક શ્રી હરિવિજયસૂરીશ્વરની સ્વર્ગારોહણતિથિ મનાવવામાં આવી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org