________________
૫૧૬
જિનશાસનની
હશે જૈન સમાજ તે શ્રીમંત ગણાય છે. પ્રતિષ્ઠા-વરઘોડોજમણવાર–મંદિરનિર્માણ અને રેલરાહત અને ઉપધાન આદિ મહોત્સવમાં લાખ ખરચે છે તે પિતાના આ નિરાધાર મધ્યમ વર્ગનાં કુટુંબ માટે ક્યારે વ્યવસ્થા વિચારશે અને જેમ આપણા ગુરુ ભગવંત આચાર્યશ્રીએ મધ્યમવર્ગના કલ્યાણ માટે વૃદ્ધ ઉંમરે ઉગ્ર પ્રતિજ્ઞા લીધી હતી. તેમ મેં વિચાર્યું અને પ્રતિજ્ઞા લીધી. આ દર્દભર્યો પ્રસંગ સાંભળી બધાને ભારે આશ્ચર્ય થયું.
ગુરુદેવે વિશેષ જણાવ્યું કે આ જૈન નગરમાં મેં સાંભળ્યું છે તેમ સારી રકમ લેવામાં આવી છે તે તેને લાભ મધ્યમ વર્ગને ભાગ્યે જ મળે –- મારી સૂચના છે કે એકાદ મકાન એવું ભલે સાદું-એક એક રૂમની ચાલીવાળું તૈયાર કરવામાં આવે, જેમાં મધ્યમ વર્ગના ભાઈએ રહી શકે અને રૂ. ૫૦૦૦) ગૃહસ્થ એક એક રૂમના આપે અને છેડી લેન આ ભાઈએ મેળવે અને આ કુટુંબ સુખેથી રહી શકે – આ માટે જરૂર વિચારશે. ગુરુવર્યની આ સૂચના ખૂબ સૂચક હતી અને મુંબઈના ભાઈઓએ તે માટે કાંઈક કરવા માટે તૈયારી બતાવી. ભાદરવા સુદ સાતમના દિવસે શ્રી નરેન્દ્રભાઈ ભેગીલાલ, શ્રી કાન્તિલાલ ચોકસી, શ્રી રસિકલાલ કેરા, શ્રી શાંતિલાલ મગનલાલ, શ્રી રતિલાલભાઈ, શ્રી કાન્તિલાલ હરગોવિંદદાસ વગેરે ભાઈએ મુંબઈથી કાંદીવલી જૈનનગરની ચેજના પૂરી થવાની ખુશાલીમાં ગુરુદેવની પ્રતિજ્ઞાની સમાપ્તિ માટે વિનંતિ કરવા આવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org