________________
જિનશાસનન
૫૧૧
ધર્મસમભાવ તથા સંગઠનનું અનુપમ કાર્ય કર્યું હતું તે ઈદેર માટે યાદગાર બની ગયેલ છે. અને આજે જે નેહ સંમેલન આપણે જોઈ રહ્યા છીએ તે. અલૌકિક મિલન માટે ભારે હર્ષ થાય છે. આવાં મધુર મિલને હંમેશા થતાં રહે તો જૈન શાસનને જયજયકાર થઈ રહે. મંગલિક બાદ આપણું ચરિત્રનાયક આચાર્યશ્રી તથા મુનિમંડળને દ્વાર સુધી વળાવવા માટે માલવકેશરી તથા મુનિમંડળ આવ્યા હતા.
ઇંદેરમાં આ સનેહમિલનથી આબાલવૃદ્ધમાં આનંદની લહેર લહેરા. ભાદરવા સુદ ૧ના રોજ મુનિ પુંગવ માલવકેશરી મુનિરાજશ્રી સૌભાગ્યમલજી મહારાજ તેમની શિષ્યમંડળી સહિત બપોરના ચાલું વ્યાખ્યાનમાં પધાર્યા. તપસ્વીઓને સુખશાતા પૂછી. સ્થાનકવાસી મુનિ શ્રી જીવણમલજી મહારાજે સુંદર પ્રવચન કર્યું અને કહ્યું કે આ બન્ને મહાપુરુષોના પરસ્પરના સનેહમિલનથી જૈન ધર્મની ભારે પ્રભાવના થઈ રહી છે. પૂ. માલવકેશરીજીએ જણાવ્યું કે આચાર્ય મહારાજે મારામાં કે મંત્ર ફેંક છે કે હું રસ્તામાં બેઠા વિના અહીં આવી શકું નહિ પણ આ આચાર્યશ્રીના જાદુથી હું વિશ્રામ વિના અહીં પહોંચી ગયો છું. ભગવાન મહાવીર સ્વામીના જન્મવાંચનની ખુશાલીમાં નિરાધાર ગરીબ બંધુઓ માટે વિચાર કરે જોઈએ. આજ એક દુ:ખી બહેન મારી પાસે આવી અને તેની દર્દભરી વેદનાથી મારું હૃદય સમસમી ઊઠયું. આ
Jain Education International
For Private & Personal Use Only
For PT
www.jainelibrary.org