________________
૫૦૨
જિનશાસનન
સ્થાનકવાસી સમાજના આગેવાન શ્રી સુગનરાજ ભંડારી (મિલમાલિક) તથા બીજા સ્થાનકવાસી ભાઈએ વ્યાખ્યાનમાં આવ્યા હતા. આજે શ્રોતાઓની સંખ્યા વિશેષ હતી. રવિવારના નવકાર મંત્રના જાપ વિષે ફરી જાહેરાત કરવામાં આવી. જે ભાઈબહેનેએ આ જાપ માટે આવવું હોય તે પિતાનાં નામે લખાવે તો વિશેષ અનુકૂળતા રહે.
નવકાર મંત્રના જાપ માટે સવારના ઘણું ભાઈબહેને આવી ગયાં. મંગલાચરણ બાદ વ્યાખ્યાન થયું. પછી નવકાર મંત્રના જાપ શરૂ થયા. આખા ઉપાશ્રયમાં શાંતિ છવાઈ ગઈ. ત્રણેક કલાકના મૌન અને જાપથી આખું વાતાવરણ પવિત્ર થઈ ગયું. જાપ પૂરે છે એટલે સૌએ પિતે ગણેલ નવકારવાળી લખાવી દીધી અને આનંદઉલ્લાસ અને શાંતિમાં અધ્યાત્મની ચિનગારી મેળવતા સૌ વીખરાયા.
સ્થાનકવાસી સમાજના મહાવીર ભવનમાં સભા હતી. આપણું ચરિત્રનાયક તથા આદર્શ ગુરુભક્તશ્રી વલ્લભદાવિજયજી આદિ મુનિમંડળ સવારના મહાવીર ભવનમાં પધાર્યા. સ્થાનકવાસી સમાજનાં આગેવાન સુગનચંદજી ભંડારી આદિ સ્વાગત કરવા માટે આવી પહોંચ્યા. મહાવીર ભવનની પાસે પૂ. મુનિપુંગવશ્રી સૌભાગ્યમલજી મહારાજ પિતાના શિષ્ય સાથે સ્વાગત કરવા ઉપસ્થિત હતા. આ સંગઠનના સારથિએને કે મધુર મધુર પ્રેમ છે તે જોઈને બધાને આનંદ થતું હતું.
Jain Education International
For Private & Personal Use Only For Private a
www.jainelibrary.org