________________
તો ૧૧૪. પૂનાથી મધ્યપ્રદેશ
સં. ૨૦૨૭ મહા સુદિ ૪ તા. ૨૦-૧-૭૨ ગુરુવારના રોજ પૂનાથી વિહાર કર્યો. પૂનાથી બપડી જતાં રસ્તામાં શ્રી નગરાજજીની દુકાન આવી તથા શ્રી બાબુરામજીની પણ દુકાન આવી. બંનેએ દુકાન પર પગલાં કરવા વિનંતિ કરી. ગુરુદેવ દુકાન પર પધાર્યા. ગુરુદેવે વાસક્ષેપ નાખે. મંગળ આશીર્વાદ આપ્યા. બંનેએ રૂા. પ૦૦-૫૦૦ શુભ ખાતામાં વાપરવા આપ્યા. દિલ્હી દરવાજા પાસે સેંકડે નરનારી વિદાય આપવા ઊમટી આવ્યાં. સંઘે ભવ્ય વિદાય આપી.
શ્રી જયવિજયજી પન્યાસજીએ સમાચિત ભાષણ આપતાં જણાવ્યું કે અમારી પૂનાની સ્થિરતા દરમ્યાન અમારાથી કેઈનું મન દુભાયું હોય તે મિચ્છામિ દુક્કડં. લોકપ્રિય સેવામૂર્તિ શ્રી પિપટલાલ રામચંદે મધુર ભાષામાં ગુરુદેવના પ્રતાપે જે જે ધર્મપ્રભાવનાનાં કા પૂનામાં થયાં તે માટે હર્ષ પ્રગટ કર્યો. તેમણે વિનંતિ કરી કે આપ જ્યાં જ્યાં પધારશે ત્યાં સ્થિરતા માટે વિનંતિ ઓ થશે પણ દિલ્હીમાં ભગવાન મહાવીરના નિર્વાણ મહામહેનત્સવ શાનદાર રીતે ઊજવવાનું આયોજન થઈ ગયું છે. આપશ્રી ગમે તેમ કરીને પણ તે સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org