________________
જિનશાસનરત્ન
૪૮૯
મહા શુદિ ૧૩ શુક્રવારના ખેડથી પેઢ પધાર્યા. સ્કૂલમાં મુકામ કર્યાં. ગુરુદેવને ફાટા શાળાના અધિકારીને આપવામાં આવ્યેા. તેએ ઘણા ખુશી થયા, સ્કૂલનાં બાળકોને એધ આપ્ચા. ખેડના કેટલાક ભાઈઓ તથા મંચરથી શેઠ ઉત્તમચંદભાઈ આદિ ભાઈએ અને પૂનાથી ફૂટરમલજી, ઉત્તમચંદ્રજી દર્શનાથે આવ્યા હતા.
મહા શુદિ ૧૪ના મ`ચર પધાર્યા. અહીં ૩૦-૩૫ ઘર છે. શિખરબંધી મંદિર તથા ઉપાશ્રય છે. અહી અપેારના તથા રાત્રિના વ્યાખ્યાન થયાં. સાંજના ત્રિકમચંદ્રજીને ઘેર પગલાં કર્યાં. ગહુલી-જ્ઞાનપૂજન કર્યું. મંગલિક સંભળાવ્યું. પ્રભાવના થઈ. શ્રીસ'ઘના આગ્રહથી એક દિવસ વિશેષ સ્થિરતા કરી. સવારે વ્યાખ્યાન થયું. શેઠ કાન્તિલાલ પાપટલાલભાઈ એ પગલાં કરાવ્યાં. જ્ઞાનપૂજન-ગઢુલી કરી. પંચપ્રતિક્રમણ માટે ઉપદેશ આપ્યા. તેમણે ૧૦૧ રૂપિયા જાહેર કર્યા. કાલે ખીજા એક ભાઈ એ ૧૦] લખાવ્યા. પંચકલ્યાણુકની પૂજા ભણાવવામાં આવી.
મગળવાર તા. ૧-૨-૭૨ ના રાજ મ્ચરથી નારાચણુ ગામ પધાર્યા. અહી' ૨૫-૨૬ ઘર સ્થાનકવાસી તથા ૨ ધર તેરાપથીનાં છે.. આસપાસ પ્રેમભાવ સારા છે. સ્થાનકમાં ઉતારા કર્યાં. ભાઈ બાપુલાલાના ઘરની પાસે આવ્યા એટલે તેમણે જ્ઞાનપૂજન કર્યું. વાસક્ષેપ લીધે. રસ્તામાં પૂ. આ. વિજયલબ્ધિસૂરિના વિદ્વાન શિષ્ય મુનિશ્રી જિતેન્દ્રવિજયજી પેતાના શિષ્ય સાથે મળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org