________________
૪૯૮
જિનશાસનન
મય ઉકેલ લાવવા મથામણ કરે તે જૈન શાસનને જયજયકાર થઈ રહે. ભગવાન મહાવીરના નામ પર જે જૈન સમાજમાં ચારે ફિરકાઓની એક્તા સાધી શકાય તે આ નિર્વાણ મહોત્સવની મોટામાં મોટી ફલશ્રુતિ હશે.
હજારો ભાઈબહેને એ જયનાદેથી મંડપ ગજાવી મૂક્યો.
શ્રી ફકીરચંદજી મહેતા, દિગંબર સમાજના પ્રમુખશ્રી બાબુલાલ, શ્રી રતનચંદજી કઠારી, શ્રી રામરતન કેચર તથા શ્રી મોતીલાલ વીરચંદે આચાર્યશ્રીના પ્રવચનને ઉલ્લેખ કરી જણાવ્યું કે વેતાંબર–દિગંબરના તીર્થના ઝઘડાને સાથે બેસી ઉકેલ લાવવું જોઈએ. ઈદેરમાં આચાર્યશ્રી પધાર્યા છે. તે સમાજનાં સદ્ભાગ્ય છે. સમાજની એક્તા અને સર્વધર્મ સમભાવને માટેની આચાર્ય શ્રીની ભાવના પ્રશંસનીય છે.
આદર્શ ગુરુભક્ત મુનિશ્રી વલ્લભદત્તવિજયજી તથા પન્યાસશ્રી જયવિજયજીએ મનનીય પ્રેરણાત્મક પ્રવચન કર્યા હતાં.
હર્ષનાદે વચ્ચે સભા વિસર્જન થઈ. વિજયમુહુર્તમાં સાધ્વીશ્રી મંજુલાશ્રીની વડી દીક્ષા થઈ. તેમનું નામ બદલીને સાધ્વી મહાયશાશ્રી રાખવામાં આવ્યું. તેમને સાથ્વી દર્શનશ્રીજીની શિષ્યા જાહેર કરવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org