________________
જિનશાસનન
૪૮૭
શકશે. તે માટે સૌ પ્રયત્નશીલ રહેશે. અહીંથી કામરપાડા પહોંચ્યા. સ્થાન પર ગહુંલીઓ થઈ. રાત્રિના પન્યાસ
ન્યાયવિજયજીએ વ્યાખ્યાન આપ્યું. અહીં પૂનાથી શ્રી. રિખવદાસજી, શ્રી શાંતિલાલભાઈ તથા શ્રી બચુભાઈ આવ્યા હતા.
મહા શુદિ ૬ કામરવાડાથી માસી પધાર્યા. અહીં શ્રી મોતીલાલજીનું એક ઘર છે. પૂનાથી શેઠ કેશરીમલજી, શ્રી ઘીસુલાલજી આદિ ભાઈઓ દર્શનાર્થે આવ્યા હતા. દાપડીથી ભાઈઓ દર્શનાર્થે આવ્યા. અહીં સ્કૂલમાં આદર્શ ગુરુભક્ત શ્રી વલ્લભદત્તવિજયજી તથા પં. જયવિજયજી અને પન્યાસ ન્યાયવિજયજીનાં વ્યાખ્યાન થયાં.
મહા શુદિ ૮ના મેસીથી ચાકરણ આવ્યા. અહી આપણું ૧૫ ઘર છે. મંદિર તથા ઉપાશ્રય છે. બેન્ડવાજા સાથે પ્રવેશ કરાવ્યે ગલીએ થતી રહી. બપોરના સકૂલમાં વ્યાખ્યાન રાખવામાં આવ્યું. રાત્રિના બજારમાં વ્યાખ્યાન થયું. સંઘના આગ્રહથી એક દિવસની વિશેષ સ્થિરતા કરી. લેકે ભાવિક છે. આસપાસનાં ગામના લેકે દર્શન કરવા આવ્યા હતા.
અહીંથી ચાર માઈલ પર માલુગાવ છે. અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા છે. ૫-૬ રાજસ્થાની ભાઈઓનાં ઘર છે. ઉપાશ્રય પણ છે. સાધુસાધ્વીઓ દર્શનાર્થે ગયાં હતાં. જુન્નરથી એક ભાગ્યશાળી વિનતિ કરવા આવ્યા. જુનેરની ભાવના ગુરુદેવે દર્શાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org