________________
૪૮૪
જિનશાસનના
વાસી વિદુષી સાધ્વી શ્રી પ્રમોદ સુધાજી તથા મુંબઈથી પધારેલ સાધ્વી દમયંતી સ્વામી આદિ ઠાણું ૪ સુખશાતા. પૂછવા પધાર્યા. લગભગ એકાદ કલાક ધર્મચર્ચા થઈ. બંને રસાદવીઓ સરળસ્વભાવી તથા મિલનસાર હતાં. પંન્યાસ જયવિજયજીએ પણ ધર્મચર્ચા કરી. મુંબઈથી પધારેલ શેઠ જમનાદાસ મનરૂપજીભાઈ દર્શનાર્થે આવ્યા. તેમણે ખાદીના કપડા માટે વિનંતિ કરી. ગુરુવર્યને કે કપડાની આવશ્યક્તા નહતી પણ તેમને અત્યંત આગ્રહ હોવાથી બે ટુકડામાંથી એક ટુકડો સાવી પ્રમોદ સુધાશ્રીને તથા બીજે ટુકડે સાધ્વીશ્રી દમયંતીશ્રીજીને અપાવ્યું. એ બંનેએ તેનો સહર્ષ સ્વીકાર કર્યો. પછીથી સાધ્વીજી પ્રાદસુધાજીએ એક ચંદનની નકારવાળી ગુરુદેવને અર્પણ કરતાં જણાવ્યું કે અમારાં એક સાધ્વીજીએ પિતાના હાથે કે આ ચંદનની માળા બનાવી છે. તો આપશ્રી તે સ્વીકારે તે અમને ખૂબ ખૂબ આનંદ થશે. ગુરુદેવે આ ચંદનની માળાને સહર્ષ સ્વીકાર કર્યો. વિહાર વિષે પૂછતાં ગુરુદેવે જણાવ્યું કે અમારે તે આવતી કાલે જ વિહાર છે. સાધ્વીજીએ કહ્યું કે સારું થયું કે અમે આજે દર્શનાર્થ આવી ગયાં. અમને તે વિહારને ખ્યાલ નહેતો. ગુરુદેવના દર્શનનો લાભ લઈ સાધ્વીજીએ પિતાને સ્થાનકે ગઈ.
- સાધ્વીઓના પરસ્પર મિલનથી કેટલે બધે લાભ થાય છે તે જાણવા મળ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org