________________
૪૭૨
જિનશાસનન વર્ગના ઉત્કર્ષ માટે વિશેષ પ્રયત્ન કરવા શ્રીસંઘને અનુરોધ કર્યો હતો.
જન્મશતાબ્દી પરિસમાપ્તિના કૅષાધ્યક્ષ અને વરકાણુ વિદ્યાભવનના વિદ્યાર્થી શ્રી રિખવચંદ મૂળચંદ ભંડારીએ ભારે પરિશ્રમ ઉઠાવીને આવું સુંદર કાર્ય કર્યું તે માટે તેમનું પણ બહુમાન કરવામાં આવ્યું. લાલા રતનચંદજી(દિલ્હી)એ તેમને સેનાનો ચંદ્રક અર્પણ કર્યો હતે. જન્મશતાબ્દીની પૂર્ણાહુતિ સમારોહની અમર સ્મૃતિમાં વિજયવલલભ વિદ્યાલયની સ્થાપનાને નિર્ણય થયે અને તે માટે રૂા. બે લાખ ફંડનું પણ એકત્રિત થઈ ગયું હતું.
સત્યને પામવાને રાજમાર્ગ છે જ્ઞાનની સાધના કે વિદ્યાની ઉપાસના. એના સહારે જ વિશ્વરચનાનું અને પોતાની જાતનું સ્વરૂપ પામી શકાય છે. યોગ–અધ્યાત્મના, શોધ-સજનના. કથાસાહિત્યના, હુન્નર ઉદ્યોગના અને વેપાર-વણજના ચીલા શોધવા એ વિદ્યાસાધનાનું જ કામ. વિદ્યાસાધનાના બળે માનવી ન્યમાંથી અદૂભુત સર્જન કરે; જ્ઞાનસાધનાના બળે અપાત્મા પૂર્ણમા બને; જ્ઞાનની સિદ્ધિઓને કોઈ અવધિ નથી.
જ્ઞાનની આ સિદ્ધિઓ આગળ કલ્પના રંક બની જાય છે, સત્ય વિરાટ બની જાય છે; આ અજબ હોય છે વિદ્યાસાધનાને પ્રતાપ. તેથી જ ધર્મને, દેશને અને સમાજને શકિતશાળી, સંસ્કારી અને સમદ્ધ બનાવવા માટે સ્વયં વિદ્યાસાધના કરો, વિદ્યાના સાધકેને સહાય કરે, અને વિદ્યાવૃદ્ધિને વરેલ સંસ્થાઓને ઉદાર દિલે દાન આપી ધનનું લાખેણું વાવેતર કરો.
મહાવીર જૈન વિદ્યાલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org