________________
૮૬. ત્રિપુટી આચાર્યરત્ન
-
~
પંજાબકેશરી આચાર્ય ગુરુદેવની જન્મભૂમિ વડેદરામાં સં. ૨૦૨૬ ચિત્ર વદિ ૬ તા. ૨૯-૩–૭૦ને રવિવારના રોજ અને આચાર્યોને પ્રવેશ થયે. આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજના ગૃહસ્થાવસ્થાના ભાણેજ શેઠ ભાઈ-- ચંદ ત્રિભવનદાસ પટવા સંઘ સાથે ભાયાત્રામાં સ્વાગતાર્થ પધાર્યા હતા.
શેભાયાત્રામાં સરકારી બેન્ડ સુંદર સરોદમાં વાગી રહ્યું હતું. ચાંદીની ગાડીમાં પંજાબકેશરી ગુરુદેવની ભવ્ય તસ્વીર બિરાજમાન કરવામાં આવી હતી. લગભગ એક માઈલ લાંબું જુલુસ હતું. જાનીશેરી, ઘડિયાળીપળ ને કરોળિયા પિળમાં ભવ્ય મંડપ ઊભું કરવામાં આવ્યા હતા. હજારે ભાઈબહેનોથી મંડપ ખીચોખીચ ભરાઈ ગયા હતા. સાધુસાડવી, યથાસ્થાને બિરાજ્યાં. જયનાદોથી મંડપ ગુજ ઊઠયો. પાઠશાળાની બાળાઓએ સ્વાગતગીત ગાયું. શ્રી. જયવિજયજી મહારાજ (પન્યાસ) તથા ઉપાધ્યાય શ્રી ચંદ્રોદય વિજયજી મહારાજનાં પ્રવચને થયાં.
તેમણે જણાવ્યું કે અમે તે વિશેષ કરીને આચાર્યો શ્રી વિજયસમુદ્રસૂરિને મળવાને આ માર્ગે આવ્યા છીએ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org