________________
૩૭૪
જિનશાસનના
પોર થઈને મીયાગામ પધાર્યા. એકાવન એકાવનના અનેક સભ્ય બન્યા. ગણિ જનકવિજયજી મહારાજનું સાર્વજનિક ભાષણ થયું. અહીંથી પાલેજ, નબીપુર થઈને ભરૂચ પધાર્યા. ભરૂચમાં અતિમને રમ શોભાયાત્રા સહિત પ્રવેશ થયે, પરંતુ આ પ્રદેશમાં ભૂકંપની ભયાનક પરિસ્થિતિમાં ગુરુમહારાજને બેન્ડવાજા સહિત પ્રવેશ ઉચિત ન લાગ્યો. ભૂકંપના કારણે ગિરનાર તીર્થ તથા અન્ય મંદિરને પણ નુકસાન પહોંચ્યું હતું. અમદાવાદની શ્રી આણંદજી કલ્યાણ જીની પેઢી તે માટે પ્રયત્ન કરી રહેલ છે તેમ છતાં બધા સંઘાએ સહાયતા માટે તત્પર રહેવું જોઈએ. આપણું તીર્થો અને મંદિરે એ આપણું સંસ્કૃતિના રક્ષકે છે અને આત્મશુદ્ધિ તથા આત્મશાંતિનાં ધામે છે. આપણું ચરિત્રનાયકે દરેક સંઘને માટે આ સંદેશ આપે,
માંડવા બુઝર્ગ થઈને જગડિયા પધાર્યા. અહીં ગુરુદેવ પ્રેરક શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ છે. જાણે ગુજરાંવાલા ગુરુકુળ પાકિસ્તાનની કુદષ્ટિથી બચીને આ એકાન્ત તીર્થભૂમિમાં આવીને વસી ગયું છે. જગડિયા બધા ઝગડાઓથી દૂર છે તેથી તેનું નામ જગડિયા પાડ્યું હશે.
અહીં ગણીવર્ય શ્રી ઇંદ્રવિજયજી મહારાજ (આચાર્ય) પિતાના શિષ્યો સહિત આવ્યા હતા. આચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજીના શિષ્યશ્રી ક્ષમાસાગરજી મહારાજ તથા તેમના શિષ્ય મુનિ લાવણ્યસાગરજી મહારાજ પ્રવેશોત્સવમાં આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org