________________
જનશાસનન
૩૮૭
શ્રી અને કાતવિજયજી મહારાજ તથા મુનિશ્રી ગૌતમવિજ્યજી મહારાજની વિવિધ તપશ્ચર્યાએ ચાલી રહી હતી. અષાઢ વદિ બીજના આગમપ્રભાકર મહારાજશ્રી પુણ્યવિજયજીએ વાલકેશ્વરમાં શાનદાર પ્રવેશ કર્યો. અન્ય મુનિરાજે પણ ચાતુર્માસ તેમ જ પર્યુષણાદિ પર્વ નિમિત્ત મુંબઈના જુદા જુદા ભાગોમાં ગુરુદેવના આદેશથી પહોંચી ગયા.
તા. ૨૧-૬-૭૦ના વિનતિ થવાથી શેઠ કાન્તિલાલ ઇશ્વરલાલને બંગલે મંદિરના દર્શનાર્થ પધાર્યા. બીજે દિવસે શેઠ સેવંતીલાલ હીરાલાલને ઘરે પગલાં કર્યા. મરીન ડ્રાઇવમાં શેઠ શ્રી ફૂલચંદભાઈ શામજીને ત્યાં પધાર્યા. શ્રી પંજાબ કેસરી ગુરુદેવ સ્થાપિત જૈન ઉદ્યોગશાળાનું નિરીક્ષણ કર્યું. ઉઘોગશાળાના સંચાલક શ્રી રિષભદાસજી રાંકા તથા શ્રી મહીપતરાય જાદવજી તથા ભાઈ લાલચંદજી હાજર હતા. ઉદ્યોગશાળામાં જુદી જુદી જાતના હસ્ત' ઉદ્યોગો ચાલે છે. મધ્યમવર્ગની અનેક બહેનોને આ ઉદ્યોગ કેન્દ્ર આશીર્વાદરૂપ થઈ પડ્યું છે. સં. ૨૦૨૬ જેઠ વદિ સાતમ તા. ૨૫-૬-૭૦ના રોજ આચાર્ય શ્રીમદ્ વિજયવલભસૂરિ જન્મ શતાબ્દીની મીટિંગ થઈ. તેમાં અંગ્રેજી-હિંદી-ગુજરાતી જીવનચરિત્ર પ્રકાશિત કરવા નિર્ણય થયો. શતાબ્દી નિમિત્તે વધારેમાં વધારે સભ્યો બનાવવા નિશ્ચય થયે.
આ રીતે પ્રત્યેક દિવસ ધર્મકાર્ય અને સમાજસેવાનાં કાર્યોની વિચારણા પાછળ વ્યતીત થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org