________________
જિનશાસનન
૪૪૩ સ્પેશયલ ટ્રેનના યાત્રિકે તથા બહારથી પધારેલા બધા સજજનેને આભાર માનવામાં આવ્યું હતું તથા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અલ્પાહાર દ્વારા પ્રેમમય વાતાવરણમાં પુષ્પહાર આદિ અર્પણ કરવામાં આવ્યાં હતાં. એકબીજાને આ શતાબ્દી મહામહોત્સવ સફળતા માટે અભિનંદન અપાયાં હતાં.
તા. ૨૮-૧૨-૭૦ ના ગુરુ વલ્લભના ચરણેના પૂજારી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી પંજાબને માટે રવાના થઈ ગયા હતા. “અપને વલ્લભ કે રિઝાને હમ આયે” પંજાબી ભતેનાં આ ભાવભર્યા ભકિતગીતે આજે પણ કાનમાં ગુંજી રહ્યાં છે.
પંજાબી ભકતની ગુરુભકિત એવી જ નિર્મળ, નિષ્કામ અને પ્રેરક તથા ચિરસ્મરણીય છે.
આ શતાબ્દી મહોત્સવ પ્રસંગે પરમ ગુરુભકત શેઠ શ્રી કૂલચંદભાઈ શામજીએ ગુરુભકિત નિમિત્તે પૂ. આચાર્ય ભગવંત તથા શિષ્યકશિ. પૂ. આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી આદિ સર્વ સાધુસાધવીઓને રૂા. ૮૦-૮૦ ની કામળીઓ વહેરાવી હતી. અન્ય આચાર્ય ભગવંતે જે તે વખતે બિરાજમાન હતા તેઓને પણ કામળીઓ વહેકરાવી હતી. લગભગ ૨૫૦ જેટલી કામળીઓ વહેરાવવાને લાભ લીધું હતું. આ અનન્ય ગુરુભક્ત શ્રી ફૂલચંદભાઈ એવા તે બડભાગી છે, કે ગુરુદેવના પ્રત્યેક કાર્યમાં તનમન-ધનથી લાભ લે છે. ધન્ય ગુરુભકિત !
Jain Education International
For Private & Personal Use Only
FOT
| IN
www.jainelibrary.org