________________
જિનશાસન રત્ન
મંગળ આશીર્વાદ આપે કે આ અમૃત મહોત્સવમાં અમને સફળતા મળે અને કોન્ફરન્સ જૈન સમાજના ઉત્થાન અને કલ્યાણ માટે વેગપૂર્વક કામ કરી શકે. . | મંગલાચરણ બાદ ભાઈશ્રી પોપટલાલ રામચંદ શાહે પ્રતિનિધિ ભાઈઓનું સ્વાગત કર્યું અને કેન્ફરન્સના ઈતિહાસનું દિગ્દર્શન કરાવ્યું. શ્રી મેતીલાલ વીરચંદે જણાવ્યું કે ગુરુદેવ આચાર્યશ્રીએ કૅન્ફરન્સ પર ઘણું ઉપકાર કર્યા છે. તેઓ તે કૅન્ફરન્સના પ્રાણપ્રેરક હતા. શ્રી ધીરજલાલ ટોકરશીએ કહ્યું કે અમૃત મહોત્સવને સફળ બનાવવા મુંબઈના ભાઈએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને આપના આશીર્વાદ અમને પ્રેરક થઈ પડશે.
ભાઈ ફૂલચંદ હરિચંદ દોશીએ જણાવ્યું કે આચાર્ય ભગવંતે તે કૅન્ફરન્સના અધિવેશનને સફળ બનાવવા વારંવાર પ્રેરણા આપી છે. આપણું ચરિત્રનાયક ગુરુદેવના પટધર તેવી જ રીતે કેન્ફરન્સને પ્રેરણા આપતા રહેશે તેવી અપેક્ષા છે. શેઠ કેશરીમલજી લલવાણુએ જણાવ્યું કે કોન્ફરન્સને પૂના શ્રીસંઘને સક્રિય સહકાર હશે જ. કૅન્ફરન્સના અધિવેશનની સફળતા માટે અમે બનતું બધું કરી છૂટીશું. વ્યાખ્યાનવાચસ્પતિ આદર્શ ગુરુભક્ત મુનિરાજશ્રી વલ્લભદત્તવિજયજી મહારાજે તથા પં. શ્રી જયવિજયજી (પન્યાસ) મહારાજે કોન્ફરન્સ સમાજના કલ્યાણ માટે કામ કરતી રહે અને એ ભારતની એકમાત્ર પ્રતિનિધિ સંસ્થા વિશેષ કાર્યક્ષમ બને તેવી ભાવના વ્યક્ત કરી હતી.
Jain Education Infernational
For Private & Personal Use Only
www.jainelibrary.org