________________
४६८
જિનશાસનના તા. ૧૪ના રોજ સવારના ઘા વાગે ગોડીજી પાર્શ્વ, નાથ જૈન મંદિરેથી વરઘોડો નીકળે હતો. ચાંદીના રથમાં શ્રી જીનેશ્વર ભગવાનની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી હતી. ઘોડાગાડીમાં શતાબ્દીનાયકને ફિટ રાખવામાં આવ્યો હતો. વરઘેડામાં મુંબઈથી શ્રી જૈન સ્વયંસેવક મંડળનું બેન્ડ, શ્રી આત્મવલ્લભ સેવામંડળ સાદડીનું બેન્ડ, અનેક ભજનમંડળીઓ, તેમ જ મુંબઈ આદિ સ્થાનેથી મોટી સંખ્યામાં પધારેલાં ભાઈબહેનનો વિશાળ સમુદાય વરઘોડામાં શોભી રહ્યો હતે. ધર્મયાત્રાનું આખુચે વાતાવરણ ભકિતમય બની ગયું હતું. વરઘેડે મુખ્ય મુખ્ય બજારોમાં થઈને લગભગ ૧૧ વાગ્યે શ્રી વિજયવલ્લભનગર મંડપમાં પહોંચ્યું હતું. બાદમાં આચાર્યદેવ શ્રી. સમુદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં કાર્યક્રમનો પ્રારંભ થ. મંગલાચરણ બાદ જન્મશતાબ્દી પરિસમાપ્તિના પ્રમુખ શેઠ પ્રેમચંદજી બાફણએ બધા આગંતુકેનું સ્વાગત કરતાં જણાવ્યું કે યુગવીર આચાર્યદેવ શ્રીમદ્ વિજયવલભસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દી પરિસમાપ્તિને આજનો આ શુભ પ્રસંગ જૈન સંઘને માટે આનંદ અને ૌરવને અનુપમ પ્રસંગ છે.
આપણું પ્રાણપ્યારા આચાર્યશ્રી જીવનની છેલી: ઘડી સુધી પ્રવૃત્તિમય રહ્યા અને શિક્ષણ પ્રસાર માટે અનેક વિદ્યાધામની સ્થાપના કરી તે ચિરસ્મરણીય અને અનુકરણીય ઉદાહરણ છે. પરમ ઉપકારી આચાર્યને જીવન--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org