________________
૧૦૬. પૂનામાં ધર્મપ્રભાવના
ભાયખલામાં પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ તથા આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજની નિશ્રામાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શ્રી જૈન આગમ ગ્રંથમાળાના નવમા અંગગ્રંથ શ્રી પન્નવણાસ્ત્રના ત્રીજા ભાગનું પ્રકાશન તા. ૧૪-૩–૭૧ના રોજ જાણતા વિદ્વાન ડો. હીરાલાલજી જૈનના શુભ હસ્તે થયેલ. આ પ્રસંગે પૂનાના શ્રીસંઘના આગેવાને શ્રી પોપટલાલ શાહ, શ્રી કાન્તિલાલ ગગલભાઈ, શ્રી કેશરીચંદ લલવાણું અને બીજા આગેવાનોએ આચાર્યશ્રીને ચાતુર્માસ માટે પૂના પધારવા વિનંતિ કરી હતી અને લાભાલાભની દષ્ટિએ આચાર્યશ્રીએ તે માટે સંમતિ દર્શાવી અને પૂનાના આગેવાનોને ખૂબ આનંદ થયો.
આચાર્યશ્રી થાણથી વિહાર કરી ભીવંડી પધાર્યા. સ્વાગત પૂર્ણ પ્રવેશ થશે. પદ્મપ્રભુ ભગવાનના મંદિરમાં પટ્ટાભિષેક નિમિત્ત અઠાઈ મહેસૂવ થશે. ઉત્સવમાં ભક્તિભાવ સુંદર રહ્યો. ભેજનાદિની વ્યવસ્થા મહેમાનોને માટે ઉત્તમ હતી. અહીંથી આચાર્યશ્રી કલ્યાણ પધાર્યા. અહીં પણ આત્મકલ્યાણનું મહાન કાર્ય થયુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org