________________
૪૫૪
જિનશાસનરને
શ્રી ભેગીલાલ બાબુભાઈ, શ્રી હિંમતલાલ ન્યાલચંદ, શ્રી તારાચંદ કપૂરચંદ, શેઠ ઘાસીરામજી, શ્રી નગરાજજી મનીરામજી, શ્રી લક્ષ્મીચંદ બીકમચંદજી, શ્રી મીસરીમલજી, શ્રી મોહનલાલજી ચોપડા, શ્રી ભગવાનદાસ મથુરદાસ તથા શ્રી કેશરીચંદજી લલવાણી વગેરે મહાનુભાવોએ અનુપમ ભક્તિ પ્રદર્શિત કરી હતી.
શ્રી ન્યાયનિધિ ૧૦૦૮ શ્રી વિજયાનંદસૂરિજી મહારાજની સ્વર્ગારોહણતિથિ અત્યંત ઉલ્લાસપૂર્વક ઊજવવામાં આવી. જેઠ શુદિ આઠમ તા. ૧-૬-૭ ની જયંતી આપણુ ચરિત્રનાયક ગુરુદેવની છત્રછાયામાં ઊજવવામાં આવી.
પૂના છત્રપતિ શિવાજીનું નગર છે. અહીંના શ્રીસંઘના આબાળવૃદ્ધોં ઉત્સાહ અદમ્ય હતો. પૂના (પુણ્યપત્તન) પુણ્યની નગરી કહેવાય છે, ગુરુવરના પધારવાથી એ ખરેખર પુણ્યની નગરી બની ગઈ હતી. શ્રી કેશરી, ચંદજી લલવાણીએ દાદાગુરુના ચરિત્ર પર સુંદર પ્રકાશ પાથર્યો હતે.
શ્રી પિપટલાલ રામચંદ શાહે દાદાગુરુનાં કાર્યોની મહત્તાનું વર્ણન કરીને જૈન સમાજની આજની શેચનીય રિથતિનું ચિત્ર રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે સાઠ હજાર જૈનધર્મપાલક કંસારા જાતિમાં હતા. આજ કેવળ પાંચ હજાર જૈને રહી ગયા છે. સાધમી ભાઈઓને સંભાળવાનો સંદેશ દાદાગુરુને પ્રથમ સંદેશ હતો.
Jain Education, International
For Private & Personal Use Only
www.jainelibrary.org