________________
જિનશાસનન
४४७
નથી પણ કેટલાક મુનિવરે સુગ્ય છે અને મારી ભાવના તેઓને પદવી આપીને તેઓને શ્રીસંઘ પ્રત્યેની જવાબદારી વિશેષ અને વિશેષ રહે તથા ધર્મ પ્રભાવનાનાં કાર્યો કરી સમાજ કલ્યાણ સાધતા રહે તે દષ્ટિથી આ પદવીદાન અપાય છે. ' પૂ. આચાર્યશ્રીએ વિધિવિધાનપૂર્વક પં. શ્રી ઇન્દ્રવિજયજીને આચાર્ય પદવી, ગણિવર શ્રી સુરેન્દ્રવિજયજીને ઉપાધ્યાય પદવી, તપસ્વી ગણિવર શ્રી પ્રકાશવિજયજીને પણ ઉપાધ્યાય પદવી, તમૂિર્તિ મુનિશ્રી બળવંતવિજયજીને તથા મધુરભાષી ગણિશ્રી જયવિજયજી મહારાજ તથા ગુરુ ભક્ત ગણિઝી ન્યાયવિજયજી મહારાજને પન્યાસ પદવીથી વિભૂષિત કર્યા.
હજારો ભાઈબહેનેએ આ પૂજ્ય પદવીધરને હર્ષનાદથી વધાવ્યા. શાંતમૂતિ આચાર્યશ્રીએ પ્રેરણાત્મક સંદેશ આપતાં જણાવ્યું કે ગુરુદેવ યુગદ્રા આચાર્યશ્રીને પગલે પગલે સમાજ કલ્યાણ અને ધર્મપ્રભાવનાનાં કાર્યો કરવા, પંજાબની રક્ષા કરવા અને ગુરુ ભગવંતનાં અધૂરા કાર્યો પૂરાં કરવા આ પદસ્થ મુનિરત્ન કાર્ય કરતાં કરતાં ગુરુદેવની યશગાથા અને કીતિ ચમકાવશે એવી મારી હાર્દિક ઉત્કંઠા છે.
આચાર્યશ્રીએ જણાવ્યું કે ગુરુદેવના પ્યારા આગમપ્રભાકર, મધરરત્ન મુનિભૂષણ શ્રી વલ્લભદત્તવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org