________________
૯૨. મહાતપસ્વી તપશૈયામાં
જ્યારા અનેકાન્ત ! એકાન્તમાં કેમ ચાલ્યા ગયા ? મુનિશ્રી અનેકાન્તવિજયજી મહારાજ ! કાને કલ્પના હતી કે શ્રી પદ્મમવિજયજી મહારાજ પાસેથી સંસારની અસારતા જાણી તમે ગજસુકુમાલની જેમ શીઘ્ર સંસારથી તરી જવા ઇચ્છે છે ને ? તીવ્ર તપસ્યાની અગ્નિમાં ક્રમનાં કષ્ટોને ખાળીને આત્માને શુદ્ધ કંચન સમા ચમકાવવા ચાહે છે। શું?
।
ગુરુવર સમુદ્રના અપૂવ શિષ્ય ! સમુદ્ર તે જળથી પરિપૂર્ણ હોય છે. તું સમુદ્રના શિષ્ય હોઇને તપસ્યાની અગ્નિમાં ખળખળતા રહ્યો. આશ્ચય થાય છે કે આ અવસપિણી કાળમાં એટલી જલદ્દી તરી જવાવાળા ભવ્ય પ્રાણી તમે જ નીકળ્યા.
સસાર ભૌતિકતાની આગમાં મળી રહ્યો છે. પરન્તુ તમે આધ્યાત્મિકતાની અગ્નિ, તપસ્યાની અગ્નિને પ્રજવલિત કરી શકયા. માતા ભાગવતીના ભાગ્યવાન પુત્ર તમે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી સફળ થઈ ગયા. અને દેવીદાસના સુપુત્ર તમે ખરેખર દીક્ષાદેવીના દાસ બની ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org