________________
જિનશાસનરત્ન
તા. ૨૬-૯-૭૦ શનિવારના રોજ આગમપ્રભાકરજી મહારાજશ્રી પુણ્યવિજયજીની છત્રછાયામાં મહાતપસ્વીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાને માટે તથા તેમના ગુણાનુવાદ માટે વિશાળ સભા ચૈાજવામાં આવી હતી. શ્રી લક્ષ્મીચંદ દુ ભજી, શ્રી ફૂલચંદભાઈ શામજી, શ્રી ચંદુલાલ કસ્તુરચ ંદ દેસાઈ, શ્રી દુર્લભજી ખેતાણી, શ્રી જેઠાલાલ સાંકળચ`દભાઈ, શ્રી મૂળચંદ જૈન, શ્રી સત્યપાલ જૈન, શ્રી જ્યંતીલાલ રતનચંદ, ગણુિવય શ્રી જનકવિજયજી મહારાજ, શ્રી ચંદ્રવદન શુકલ, શ્રી આગમપ્રભાકરજી, શ્રુતશીલવારિધિ શ્રી પુણ્યવિજયજી મહારાજ, મુનિશ્રી જયવિજયજી (પન્યાસ), મુનિભૂષણ વલ્લભદત્તવિજયજી મહારાજ, આપણા ચરિત્રનાયક ગુરુરાજ અધાએ આ દીર્ઘ તપસ્વી મહારાજના ગુણે, તેમની તપશ્ચર્યા, તેમની અપાર શાંતિ, તેમની સાધનાની ભૂરિ ભૂરિ પ્રશ ંસા કરી હતી.
છેવટે ગુરુભક્તશ્રી રસિકલાલ કારાએ જણાવ્યું કે તપસ્વી મહારાજની ભાવના ૭૧ ઉપવાસની હતી તે ૭૧ હજારની રકમ આગમ પ્રકાશનને માટે એકઠી કરવી જોઈ એ. આ રકમ પણ એકત્રિત થઈ ગઈ. તેમનુ સ્મારક બનાવવાને માટે પણ જરૂરી ફંડ થઈ ગયું છે. ધન્ય એ દીર્ઘ તપસ્વી, તેઓ માત્ર ત્રણ વર્ષે દીક્ષાપર્યાયમાં રહ્યા, જેમાં ૫૧ ૬૧-૬૩ ઉપવાસની દીર્ઘ તપસ્યા કરી ત્યાગ અને તપસ્યાના માર્ગ ચીંધી ગયા. પેાતાનાં ક્રમ બધન છેાડી ગયા.
Jain Education International
૪૦૭
For Private & Personal Use Only
www.jainelibrary.org