________________
૯૪. શ્રી વલ્લભયશચંદ્રિકા
શતાબ્દીને મંગળ દિવસ આવી ગયે. કાર્તિકેયના વાહન મયુર જે રીતે કૈલાસનાં ટને જોઈને નાચી ઊઠે છે એ જ રીતે આ ભક્તિની ઘટાઓને જોઈ જોઈને ભક્તમયુર નાચી ઊડ્યા હતા. ભક્તિનો મેઘરાજા સમુદ્રના સાંનિધ્યમાં આવી પહોંચે છે. મુંબઈનગરીનું અહોભાગ્ય છે કે એ ભક્તિભાવના વાદળે અહીં વરસશે. મોહમયી નગરી ભક્તિ જલથી પવિત્ર થવાની છે. અહીંથી નીકળીને તે પાવન–જલની ધારાએ સમસ્ત ભારતવર્ષને સિંચિત કરી દેશે. કાલિમા કલંકને કીચડ આજ નિષ્કલંક થઈ જશે.
શ્રી વલ્લભયશચંદ્રિકાથી આજ આકાશ અને પૃથવીતલ બન્ને પ્રકાશિત થઈ જશે. કારતક સુદ બીજને ચંદ્રમા અમૃતમયી કિરણથી સન્તાપિતાના તાપને હરણ કરવાને માટે ઊગી રહ્યો છે.
હે ગુરુભક્તો ! આ ! અમૃતના પ્યાલા પીવા માટે મેહમયી ચાલે. જુઓ, શતાબ્દીના મેઘ આકાશને આચ્છાદિત કરી રહ્યા છે અને સંસારના વલ્લભ શ્રી વલ્લભ ગુરુરાજ ઇન્દ્રધનુષના રૂપમાં આકાશમાં આવીને બિરાજમાન થયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org