________________
35 ૯૮. વિજયવલ્લભનગરની શેભા
શતાબ્દી ઉત્સવ માટે મુંબઈમાં ભારે તૈયારીઓ થઈ રહી હતી. કહેવાય છે કે મુંબઈનો આ શતાબ્દી મહા મહોત્સવ “ન ભૂતે ન ભવિષ્યતિ' લેકે કિતને ચરિતાર્થ કરવા જે થયે હતે.
મુંબઈના કોસ મેદાનમાં વિજયવલ્લભનગર શેભી રહ્યું હતું. ૧૫૦ વ્યક્તિઓ બેસી શકે તેવી વ્યાસપીઠ બનાવવામાં આવી હતી. આ વ્યાસપીઠની બન્ને બાજુ સાધુ-સાધ્વીઓને બેસવાને માટે બે વિશાળ મંચ ઉભા કરવામાં આવ્યા હતા. વ્યાસપીઠ પર શતાબદીનાયક પંજાબકેસરી આચાર્ય ભગવંતના પૂર્ણ કદવાળું કલાત્મક રંગીન ચિત્ર શેભી રહ્યું હતું. મંડપમાં જગ્યાએ જગ્યાએ ગુરુદેવનાં આદર્શ વાક્યો (સુધાવાણી) મૂકવામાં આવ્યાં હતાં. મંડપમાં ઓછામાં ઓછા વીસ હજાર વ્યક્તિઓ બેસી શકે તથા લગભગ ચાળીસ હજાર વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકે તેવી વ્યવસ્થા હતી.
મંડપમાં થોડે દૂર ભજનાદિને પ્રબંધ હતો. ખુરશી ટેબલ એવી રીતે વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યા હતા કે એક સાથે એક હજાર વ્યક્તિ બેસીને ભોજન કરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org