________________
४०४
જિનશાસનના
પરિવારે ગૃહસ્થજીવનના ઇતિશ્રી કરીને સમ્યક જીવન પ્રારંભ કર્યું. ભાઈ ચીમનલાલનું નામ મુનિ અનેકાંતવિજય જાહેર કરવામાં આવ્યું. તેમના કાકા શ્રી વિલાયતીરામને મુનિ નયચંદ્રવિજયજી, તેમના ત્રણે પુત્રે ભાઈ અનિલ, સુનીલ તથા પ્રવીણને ક્રમ પ્રમાણે બાલમુનિ શ્રી જયાનંદવિજયજી, બાલમુનિશ્રી ધર્મધુરંધરવિજયજી અને બાલમુનિશ્રી નિત્યાનંદવિજયજી નામ જાહેર કરવામાં આવ્યાં. તેમના ધર્મપત્ની રાજરાણુને સાધ્વી અમિતગુણુજીનું નામ આપવામાં આવ્યું.
દીક્ષા ધારણ કરીને મુનિશ્રી અનેકાન્તવિજયજી ત્યાગમય અને તપસ્વી જીવન વ્યતીત કરવા લાગ્યા. તેઓ પ્રાયઃ એકજવાર આહાર એટલે એકાસણા કરતા રહ્યા. નિરંતર તેઓ ધ્યાન દ્વારા પિતાના અંતર્દર્શનમાં તલ્લીન રહેતા હતા. વિષમ પરિસ્થિતિઓમાં પણ ઉગ કે અશાંતિના ચિહુન આપના મુખમંડળ પર જોવામાં આવતાં નહોતાં. આપના અંતરમુખી વ્યક્તિત્વ વિકાસ અને આપના ચારિત્ર્યની આભા આપની મુખાકૃતિ પર સ્પષ્ટ દષ્ટિગોચર થતી રહી. ચારિત્ર્ય ગ્રહણ કરીને, આપની પંજાબની હરી ભરી ભૂમિને ત્યાગીને રાજસ્થાનની રેતીલી ધરતી પર લાંબા લાંબા વિહાર કરવા પડ્યા. ખુલ્લા શિરે અને ખુલ્લા પગે પદયાત્રા કરવામાં પૂર્વજીવનમાં જરા પણ અભ્યાસ ન હોવાથી આવા શુષ્ક માર્ગની મુશ્કેલીઓ સહન કરીને તેમણે સહિષ્ણુતાને જે પરિચય આપે તે પ્રશંસનીય હતે...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org