________________
જિનશાસનરત્ન
૩૮૫
ગુરુદેવને ગેડીજીને પ્રવેશ પણ ઉલાસપૂર્વક થયે. વયંસેવકનું પ્રખ્યાત બૅન્ડ, બીજા બે બેડે, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી વે. જૈન કોન્ફરન્સના આગેવાનો ઉપરાંત જૈન સમાજના જાણીતા ઉદ્યોગપતિઓ તથા હજારો ભાઈ-બહેને સામૈયામાં પધાર્યા હતાં. નમીનાથના ઉપાશ્રયથી ઝવેરી બજાર-કાલબાદેવી થઈ ગુરુદેવ ગોડીજી પધાર્યા. આ સ્વાગતમાં સેંકડે ભાઈ બહેનો ઊમટી આવ્યાં હતાં. બધાને અનેરો ઉત્સાહ હતે. પૂ. આચાર્યશ્રીએ મંગલાચરણ કર્યું. ગેડીજી ઉપાશ્રયના ટ્રસ્ટીએ ગુરુદેવનું ભાવભર્યું સ્વાગત કર્યું. પૂ. આચાર્ય ભગવાન શ્રી વિજયવલ્લભસૂરિજીના જયનાદેથી ઉપાશ્રય ગુંજી ઉો. આચાર્યશ્રીએ શતાબ્દીને સંદેશ સંભળાવે.
ભાગ્યશાળીઓ! શતાબ્દી મહામહોત્સવ સમિતિએ અજોડ જનાઓ વિચારી હશે. ગામે ગામ અને શહેરે શહેર આ શતાબ્દી ઉત્સવ ઊજવાશે અને આ નિમિત્તે સમાજકલ્યાણની તથા શિક્ષણપ્રચાર અને સાહિત્ય પ્રકાશનની વિવિધ રચનાત્મક જનાઓ થશે. આવા અવસર તે ભાગ્યે જ આવે છે. તેને લાભ જૈન જનતાએ લેવો જોઈએ અને તે શાસનનો જયજયકાર થઈ રહે.
મારી ભાવના પ્રમાણે હું ઈચ્છું છું કે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કાર્યકર્તા, નવા તથા જૂના વિદ્યાલયના હજારો વિદ્યાર્થીઓ સ્વયં શતાબ્દીના સદસ્ય બને. આ પ્રમાણે કોન્ફરન્સના કાર્યકર્તાઓ તથા શ્રી આત્માનંદ જૈન,
૨૫ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org