________________
wome
૮૯. પર્યુષણ પર્વની રમણીયતા
કલપના ઉપવાસના વિષયમાં ગુરુદેવ તથા આગમપ્રભાકર મહારાજનું કહેવું હતું કે આપણે તે ધોરી માર્ગપરંપરા માર્ગ પ્રમાણે વર્તવું જોઈએ. કેઈ આગ્રહ નથી. જેવી જેની ભાવના હોય તેમ કરે. * આ દિવસોમાં તપસ્વીજીના દર્શનને માટે ભારે ભીડ રહેતી હતી. ૨૩-૮-૭૦ ના ચપાટી પર પર્યુષણ પર્વની મહિમા (પર્વને પ્રકાશ) એ વિષય પર સાર્વજનિક ભાષણ થયું. ગણિવર્યશ્રી જનકવિજ્યજી તથા ભાઈ ફૂલચંદ હચિંદ દોશી (સેવક)નાં ભાષણ થયાં. ગણિવર્યશ્રી સુરેન્દ્રવિજયજી મહારાજ (ઉપાધ્યાય)નું પણ પ્રવચન થયું. છાત્રવૃત્તિ ફેડને માટે સારી એવી દાનરાશિ પ્રાપ્ત થઈ.
સં. ૨૦૨૬ ભાદરવા વદિ તેરશ તા. ૨૯-૮-૭૦ શનિવારના રોજ પર્યુષણ મહાપર્વ શરૂ થયાં. ગેડીજી ઉપાશ્રયમાં લગભગ ૩૦૦ પૌષધ હતા. ઉપાશ્રય ચારે તરફ માનવમેદની અને શ્રેતા ગણથી ભરાઈ ગયા હતા. સાધારણ ખાતામાં પણ સારી ઊપજ થઈ. તપસ્વીશ્રી અનેકાન્તવિજયજી મહારાજના દર્શને હજારો ભાઇબહેનની ભીડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org