________________
જિનશાસનરન
૩૫૮
તથા અન્ય સેવાઓના ઉપલક્ષમાં અમૃત મહાત્સવ ઊજવવામાં આવ્યા હતા.
આપણા ચરિત્રનાયક ગુરુ મહારાજે શેઠશ્રીને આશીર્વાદ આપ્યા કે આપ સમાજસેવામાં સદા સલગ્ન રહા. તેમ જ શ્રી ગિરિરાજ શત્રુંજયની મૂળ ટૂંકમાં ન્યાયમાંભાનિધિ મહારાજની મૂતિની નવીન સ્થાપના સંબધી આરસપહાણમાં લેખ કાતરાવી લેવા સકેત કર્યાં. શેઠશ્રીએ ભક્તિપૂર્વક તેને સ્વીકાર કર્યાં. અન્ય સામાજિક ઉન્નતિની વાતાના વિષયમાં વિચારપરામશ થયા.
પારડી, ખગવાડા થઈ વાપી પધાર્યાં. અહી' સમાચાર મળ્યા કે શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલયના સુપરિન્ટેન્ડેન્ટ શ્રી સંપતરાયજી ભણુસાળીના સ્વર્ગવાસ થઈ ગયા.
કાળચક્રની વિચિત્રતા પર ભારે આશ્ચય થયું. ભણુશાળીજી આજીવન સાચા કાર્યકર્તા તથા વિદ્યાલયના પ્રાણ. હતા. હિંદી જીવનચરિત્રના લેખક ભાઇ રામકુમાર જૈન, એમ. એ.ને પણ તે બંધુ સમાન હિતેષી હતા. તે સાચા ગુરુભક્ત અને સાચા પ્રભુભકત હતા.
અચ્છાર, ભિલાડને પાવન કરી ગાલવડ આગમન થયું. અહીંથી મેરડી પધાર્યા. અહીં જૈન ખેાર્ડિંગનું નિરીક્ષણ કર્યું. સધને શતાબ્દી સંધી ઉપદેશ આપ્યું. ગૃહપતિ પાર્શ્વનાથ ભંડારીજીએ કહ્યું કે હું' વકાણા વિદ્યાલયના વિદ્યાથી છું અને ગુરુભકિતને પૂજારી છું. શતાબ્દી મહાત્સવના ૫૧] ૫૧]ના કેટલાક સભ્યા બન્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International