________________
જિનશાસનરત્ન
૩૨
આપણું ચરિત્રનાયક ગુરુવરને એ ઉપદેશ હતું કે આ ધર્મશાળા, ક્રિયાકાંડ જુદા જુદા હોવા છતાં આખા સમાજની હશે. દિલ્હી સરાફા બજારના પ્રમુખ વ્યાપારી બિકાનેરનિવાસી શ્રી ભવરલાલજી કોચરે આ ધર્મશાળાના નિર્માણ માટે અગિયાર હજાર રૂપિયા આપવા ઘોષણા કરી. બિકાનેરમાં વીસ વર્ષ પછી ગુરુમહારાજ દ્વારા સંક્રાંતિ ઉત્સવ ઊજવવામાં આવ્યું. સંક્રાન્તિ ઉત્સવના સંજક શ્રી મૂલચંદજી ગેલેછા હતા.
ગુરુમહારાજે ફરમાવ્યું કે સંક્રાતિને સંક્રાન્તિ (સુખ પ્રસાર કરવાવાળે ઉત્સવ)નું પર્વ ગણવું જોઈએ. આથી એક માસ સુધી આત્મબળ મળી રહે છે. જીવનનું આ મનોહર પર્વ છે. ગુરુદેવે આ પર્વનું નિર્માણ બહુ જ વિચારપૂર્વક કર્યું હતું, જેથી ગુરુ અને તેના ભકતને પરિચય-સંબંધ-ભક્તિભાવ–પ્રેમભાવ-ધર્મભાવ દિવસે દિવસે વૃદ્ધિ પામતે રહે અને આપણને જાણીને ભારે હર્ષ થશે કે આ સંક્રાતિ ઉત્સવ માટે ગમે ત્યાંથી પણ પંજાબી ભક્તો આવતા રહે છે અને સંક્રાતિમાં પ્રેરણાનાં પીયૂષ પીતા રહે છે.
શ્રી રામરતન કેચશે એવી આશા વ્યકત કરી કે ધર્મશાળાને માટે રામપરિયાની કેટલી અમને મળી જશે.
બિકાનેરની સંક્રાન્તિઓમાં પંજાબ, દિલહી, રાજસ્થાન, ગુજરાતથી અઢીત્રણ હજાર ભાઈઓ આવતા રહ્યા. બિકા
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org