________________
૮૫. ગુરુબંધુને અસીમ પ્રેમ
પીપરલા થઈ સેનગઢ પધાર્યા. અહીં શ્રી મહાવીર ચારિત્ર્ય જિન રત્નાશ્રમમાં સ્થિરતા કરી. અધિષ્ઠાતા શ્રી કલ્યાણચંદજી મહારાજનું મિલન થયું. લાલા વિલાયતી લાલજી(પંજાબી)એ રૂા. ૧૦૧ આપી તિથિ લખાવી.
આ આશ્રમ સાધુ-સાધ્વીની સ્થિરતા માટેનું ખૂબ અનુકૂળ સ્થાન છે. અધિષ્ઠાતા શ્રી કલ્યાણચંદજી મહારાજ ઉદાર વિચારના તથા સૌજન્યશીલ છે. ચોગઠ, વલભીપુર થઈ ધંધુકા આવ્યા. ધંધુકા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની જન્મભૂમિ છે. આ ભૂમિને સ્પર્શ કરતાં ખૂબ ખૂબ હર્ષ થયે. અહીં શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર તથા શ્રી હેમચંદ્રાચાર્ય ઉપાશ્રય છે. સ્થાનકવાસી ભાઈઓનાં પણ ૧૦૦ ઘર છે.
અહીંથી ખડલ ગ્રામ આવે છે. અહીં ન્યાયાચાર્ય ન્યાયતીર્થ તિષમાન્ડ ૧૦૦૮ આચાર્યશ્રી વિજયનંદસૂરીશ્વરજી મહારાજ તથા આચાર્ય શ્રીમદ્ વિજય મોતીપ્રભસૂરિજી મહારાજનું મિલન થયું. પરસ્પર વાર્તાલાપથી આનંદની વૃદ્ધિ થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org